ભાદરણ

 

ખેડા જીલ્લામાં અસલ બોરસદ તાલુકામાં આજે ભાદરણ તાલુકાનું ભાદરણ-પેટાલાદ-નડિયાદ લાઇન ઉપરનું છેલ્લુ સ્ટેશન ભાદરણ ઉ.અ. ૨૨° . ૨" અને પુ.રે . ૭૨°.૫૪" ઉપર આવેલું છે. ગામનું ક્ષેત્રફળ આશરે બે ચોરસ કિલોમીટર છે. ગામની વસતી ૯,૧૩૨ છે. જેમાં મુખ્યત્વે પાટીદારો અને ક્ષત્રિયોની છે.

વડોદરા રાજ્યનાં ગામોમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરવામાં સૌથી મૌખરે હોવાના કારણે વડોદરા રાજ્યના 'પેરીસ' તરીકે ઓળખાતું ભાદરણ ગામ અગાઉ 'પદરપૂર' ગામથી આશરે બે કિલોમીટર દૂર હતું. 'પદરપૂર"માં રાક્ષસી પ્રજા વસતી હતી જેમાં ભદ્રાસુર અને આધાસુર બે મહાબળવાન દૈત્ય ભાઇઓ હતા. તેઓને મહાદેવજીનું વરદાન હોવાથી તમામ દેવોને હરાવ્યા અને આમ તેમનાથી ત્રસ્ત થયેલા દેવોએ શક્તિ ઉમાની આરાધના કરી. જેના ફળસ્વરૂપે ભદ્રકાળી અને અંબાજી એમ બે સ્વરૂપો પ્રગટ થયાં. ભદ્રકાળીએ ભદ્રાસુરનો અને અંબાજીએ અધાસુરનો સંહાર કર્યો ત્યારબાદ દેવાએ બંને સ્વરૂપની સ્થાપના કરી. થોડા સમય બાદ 'પદરપૂર' નદર ભાંગી પડતાં માતા ભદ્રકાળી પાસે ભાદરણ ગામનું બધાંરણ સંવત ૧૨૩૨ના વૈશાખ સુદ ૧૧ને રવિવારને દિવસે (ઇ.સ.૧૧૭૬) થયું હતું. ભાદરણ ગામના મલાવ તળાવ ઉપર આવેલા ભદ્રકાળી માતાજીના નામ ઉપરથી ભદ્રપૂર અને ધીરે ધીરે અપભ્રંશ થતા ભદ્રણ થઇ “ભાદરણ" નામ પ્રચલિત બન્યું.

આ ગામમાં પહેલાં ગરાસિયા કોમની વસતી હતી. ધીમે ધીમે પટેલ જ્ઞાતિના લાકો વસવા લાગ્યા. પાછળથી આવેલ પટેલો નવા પટેલ તરીકે ઓળખાવા લાગ્યા. એક દંતકથા મુજબ તેમાંના એક પટેલ એકવાર દિલ્હી ગયા ત્યાં ફકીરની દોસ્તી થઇ. ફકીર અને બાદશાહનો કુંવર મિત્ર હોવાથી દરરોજ શતરંજ સાથે સમતા. પટેલ પણ ફકીરની સાથે જતા. રમતમાં શાહજાદાને આપેલી સલાહથી બાજી જીતી જતાં શાહજાદા પટેલ પર ખુશ થઇ ગયા. પટેલને મહેલમાં આશ્રય આપ્યો. વીણા વાદન કરી રહેલા પટેલને સંભાળતા રાણી યમુના નંદિની ખુશ થઇ ગયાં પણ વાદનના સૂરમાં પટેલ દુ:ખી જણાતા તેમના દુ:ખના નિવારણ અર્થે બાદશાહની માફતે આખા ચરાતરની અમીનાત ભેટ અપાવી. છરાતરના રાજકર્તા આમીનોએ પટેલને કન્યા આપી. તેમની પાસેથી આમીનાત પાછી મેળવી ત્યારથી આ ગામને પટેલોના ૧૨ ગામના ગોળમાં ગણવામાં આવ્યું.સમય જતાં તેમાંથી છ ગામ જુદાં પડ્યાં જેમાં ભાદરણનો સમાવેશ થયો.

શૈક્ષણિક દ્રષ્ટીએ ગામમાં પૂર્વપ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણની તમામ સુવિધાઓ છે. ભાદરણ કેળવણી વિકાસ મંડળ તેમજ શ્રી પ્રગતિ મંડળ, ભાદરણ દ્વારા સંચાલિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે. શાળા કક્ષાએ કુમાર અને કન્યા માટે અલગ શિક્ષણ વ્યવસ્થા ઉપરાંત આર્ટસ, ર્કોમર્સ તથા સાયન્સ ર્કાલેજ, કોમ્પ્યુટર સેન્ટર, વ્યાયામ મંદિર, સ્ત્રી હુન્નર ઉદ્યોગાલય, અંગ્રેજી માધ્યમની નર્સરીથી એચ.એસ.સી. સુધીની શાળા તેમજ વિદ્યાર્થીગૃહ-શંભુપ્રસાદ બોર્ડીંગ વગેરે સંસ્થાનું સંચાલન સુંદર રીતે થાય છે. મગનભાઇ કાશીભાઇ પટેલ સાર્વજનિક પુસ્તકાલય તથા કંકુબા મહિલા પુસ્તકાલય તેમજ મ.દ. ખખ્ખર બાલ પુસ્તકાલય છે.

સ્વાસ્થ્ય માટેની સુવિધાઓમાં શ્રી ભાદરણ મિત્ર મંડળ (મુંબઇ) અંચાલિત આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પશુ દવાખાનું છે.

ધાર્મિક વિકાસ અંગે પ્રત્યેક સંપ્રદાયનાં મંદિરો આવેલાં છે. જેમાં મહાકાળી, અંબાજી, ભદ્રકાળી, ખોડિયાર, ચામુંડા, ગાયત્રી, ખાળદેવી માતાજી મંદિરો, રણછોડરાયજી તેમજ હરખાબાનું વૈષ્ણવોનું મંદિર, રામજી મંદિર, નીલકંઠ મહાદેવ, બળિયાદેવ, પુરુષોત્તમ ભગવાનનું મંદિર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડતાલપંથી તથા બોચાસણવાસી પુરુષો તથા સ્ત્રીઓના અલગ અલગ મંદિરોનો સમાવેશ થાય છે. ધાર્મિક ઉત્સવો હર્ષભેર ઉજવાય છે. તદુપરાંત શ્રીમદ્ર રાજચંદ્ર આશ્રમ, શ્રી માધવાનંદજીનો આશ્રમ, શ્રી મુકતાનંદજીનો આશ્રમ, શ્રી શાંતિ આશ્રમ, તથા શ્રી જૈન સ્થાનકવાસી ઉપાશ્રય આવેલાં છે.

સામાજિક પ્રવૃતિ અર્થે અતિથિગૃહ, વિશ્રાંતિ ગૃહ, નાની ખડકીની ધર્મશાળા, બ્રાહ્મણનીવાડી, શ્રી ભદ્રકાળી માતાજીની વાડી, પરબડી, ચોરો તથા શ્રી અન્નક્ષેત્ર છે. સહકારી સંસ્થાઓમાં પીપલ્સ અને મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક, ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક, સેવા સહકારી મંડળી, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી વગેરેનો સમાવેશ થાય છે. તદુપરાંત બેંક ઓફ બરોડા દેના બેંકની ભાદરણ શાખા અને સબ પોસ્ટ ઓફિસ તથા શરાફી પેઢીઓની સગવડ છે.

રાષ્ટ્રીય , પ્રાંતીય તથા સ્થાનિક નેતાગીરીની સર્મતિ રૂપે મહારાજા રયાજીરાવ ગાયકવાડ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શીવાભાઈ આશાભાઈ પટેલ, શહીદ શ્રી રતિલાલ પટેલ તેમજ શ્રી મનુભાઈ મહેતાની પ્રતિમાઓ ગામમાં યોગ્ય સ્થળે મુકવામાં આવી છે.

છ ગામ પાટીદારનું ગૌરવ

ભાદરણ

રમણભાઇ પટેલ

દરે મહિને બહાર પડતી છ ગામ પત્રિકામાં એવા વિશિષ્ટ પ્રકારના મહાનુભવો, કે જેઓએ સમાજને ઉપયોગી, કિંમતી શ્નેષ્ઠ યોગદાન આપેલ હોય, તેઓને સંક્ષિપ્તમાં પરિચય આપવાનું નકકી કરેલ છે, જે સમાજનાં સભ્યોને પ્રેરણાદાયક બની રહેશે.

ભાદરણના વતની શ્ની રમણભાઇ પટેલનો જન્મ તા. ૧૯-૮-૧૯૨૫ના રોજ થયો હતો. અમદાવાદની એલ.એમ. કૉલેજ ઓફ ફાર્મસીમાંથી ફાર્મસીની ઉપાધી ૧૯૫૦માં મેળવીને એ જ કૉલેજમા અઘ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ ક્યોં હતો. સાહસિક સ્વભાવ, કુશાગ્ર બુદ્ધિમતા અને ઊંડી સૂઝબૂઝ વડે તેઓશ્નીએ ૧૯૫૧માં કેડીલા લેબોરેટરીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરેલી જેના તેઓશ્ની ચેરમેન-મેનેજીંગ ડીરેકટર બન્યા. સ્વ. શ્રી રમણભાઇની કાર્યદક્ષતા અને ઉરચ પ્રકારની મેનેજમેન્ટને લીધે આગળ જતાં, “કેડીલા” ભારતની અગ્રણી ઔષધ-ઉત્પાદક કંપની તરીકે વિખ્યાત બની. દવાના ઉત્પાદનમાં સંશોધન અને વિકાસની પ્રયોગશાળા દ્ધારા ઉતમ પ્રકારની ગુણવતા કંપનીએ જાળવી રાખી. નવીન પ્રકારની જુદી જુદી દવાઓનું ઉત્પાદન ભારતભરમાં ફાર્માસ્યુટિકલ વ્યવસાયના વિકાસમાં નોધપાત્ર પ્રદાન કરવા બદલ તેમણે નામાંકિત ઉદ્યોગપતિ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ૧૯૯૫માં ઝાયડસ જૂથના નેજા હેઠળ કેડીલા હેલ્થકેર લી. અને સંલગ્ન કંપનીઓની સ્થાપના કરી. આ કંપની બાયોલોજીકલ્સ, વેકસીન્સ, એનીમલ હેલ્થકેર, કોસ્મેટીકસ અને હર્બલ્સના ક્ષેન્ને પોતાનાં ઉત્પાદનો વિશ્વ સમક્ષ રજૂ કરે છે, તેઓશ્રીએ ૫૦૧ કરતાં પણ વધારે સંશોધન લેખો પ્રકાશિત કરીને તબીબી ક્ષેન્ને મહત્વનો ફાળો આપેલો છે, જે તમની સંશોધનમાં પ્રખર અભિરૂચી દર્શાવે છે. સ્વ. શ્રી. રમણભાઇ રાજય અને રાષ્ટ્રીય સ્તરની અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતાં.

તેઓશ્રીને નીચે મુજબના રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ર્પ્રસિડન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ઇમ્પોર્ટ સબસ્ટીટયુશન એવોર્ડ (૧૯૭૩)

પ્રો. એમ. એલ. શ્રોફ મેમેારિયલ નેશનલ એવોર્ડ ઇન યુ.એસ.એ. (૧૯૮૭)

ગ્લોરી ઓફ ઇન્ડિયા ઈન્ટરનેશનલ એવોર્ડ ઇન યુ.એસ.એ. (૧૯૯૧)

આચાર્ય પ્રફુલસન્દ્ર રાય મેમોરિયલ-ગોલ્ડ મેડલ (૧૯૯૩)

ધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનનો ઍવોર્ડ (૧૯૯૮)

ધી ગુજરાત બિઝનેશમેન અવોર્ડ ( ૧૯૯૯-૨૦૦૦)

ગૃહપ્રધાન એલ.કે. અંડવાણીના હસ્તે ૨૦૦૦માં

લાફઇ ટાઇમ કૉન્ટી્રબ્યૂશન ઍવોર્ડ ફોર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (૨૦૦૧)

તેઓશ્રીએ છ ગામ પાટીદાર મંડળ અમદાવાદ, સરદાર પટેલ સેવા સમાજ, ભારત પાટીદાર સમાજ, સરદાર પટેલ સાંર્સ્કતિક કેન્દ્ર, અખિલ ભારત સરદાર વલ્લભભાઇ પટેલ ફાઉન્ડેશન, પ્રગતિમંડળ ભાદરણ એલ. એમ. કૉલેજ ઓફ ફાર્મસી અમદાવાદ ચારૂતર વિધામંડળ, બી. વી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, દિવ્યજીવન સંઘ અને શિવાનંદ આશ્રમ વગેરે સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પોતાની અમૂલ્ય સેવાઓ અવિરતપણે આપેલી છે.

ઔષધ વ્યવસાયના વિકાસમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ સદ્‌ગતને અનેક એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેઓશ્રી ઉચ્ચ દરજ્જાનું ક્રિયાશીલ અને સર્જનાત્મક માનસ ધરાવતા સાહિત્ય ક્ષેત્રે તેમના વર્તુળમાં એક સર્વતોમુખી પ્રતિભાવાન કવિ તરીકે જાણીતા હતા. સાહિત્યમાં અભિરૂચિને કારણે “પ્રતીતિ” નામનો એમનો પ્રકાશિત થયેલો કવિતા સંગ્રહ એનો પૂરાવો છે.

સ્વભાવે સરળ મિલનસાર અને પરોપકારી ભાવનાવાળા સ્વ. શ્રી રમણભાઇએ ખૂબજ આદરણીય અને બિનવિવાદાસ્પદ વ્યકિત તરીકેની આગવી પ્રતિબા ઊભી કરેલી છે. તેઓશ્રી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉદ્યોગપતિ, દાનવીર, શિક્ષણપ્રેમી, સાહિત્યકાર, ધામિકવૃત્તિવાળા હતા અને ઘણી બધી સંસ્થાઆમાં દાનરૂપી સ્ત્રોત વહેવડાવી તેને જીવંતઅને કાર્યરત રાખેલી છે. તેઓશ્રીના સેવાભાવી કર્યો અને પરોપકારી વૃતિને લીધે સમાજમાં તેઓ બહોળો મિત્રવર્ગ અને પ્રશંસકો ધરાવતા હતા.

છ ગામ પાટીદાર મંડળને તેઓશ્રીની અવિરતપણે તન, મન, ધનથી સેવાઓ આપેલી અને જીવનના અંત સુધી કિંમતી માર્ગદર્શન આપી મંડળની પ્રવૃત્તિશીલ રહેવા પ્રોત્સાહિત કરતાં.

ભારતીય સંસ્કૃતિની કૌટુંબિક પ્રણાલીના પોષક એવા કુટુંબપ્રિય સ્વ. શ્રી. રમણભાઈએ કુટુંબના પ્રત્યેક સભ્યની ગુલાબના પુષ્પની નાજુક પાંખડીની જેમ અવિરત માવજત અને સંવર્ધન કરીને તેમને ખીલવ્યાં છે, જેની સુવાસ હરદમ ચોપાસ પ્રસરતી રહેશે એ ની:શંક છે.

આપણા સૌને માટે તેઓશ્રીનું જીવન સતત પ્રેરણાદાયી બની રહેશે તેમના સત્કયોની ફોરમ સદા મહેકતી રહેશે.