સોસાયટી એકટ : બોમ્બે / ૬૩૨ / ૯૪ / જી.બી.બી.એફ.ડી તા. ૭-૭-૯૪
પબ્લિક ટ્રસ્ટ એકટ : એફ / ૧૬૬૪૬ / બોમ્બે તા. ૧૨-૭-૯૪
ઉ.અ. ૨૨°.૪૦" અને પૂ.રે. ૭૨°.૪૫" ઉપર આવેલ વસોની સ્યાપના આશરો ઈ.સ. ૧૨૦૦ની આસપાસ થઈ છે. તે પૂર્વેની તેની તથા આસપાસના પ્રદેશની આધારભૂન હકીકત મળતી નથી. વસોની પશ્વિમે એકાદ માઈલ દૂર સિંહાનગર નામે સમૃદ્ધ અને આબાદીવાળું શહેર હતું આ નગરમાં ઘાંચી અને પટવાઓની વસ્તી વિશેષ હતી. પટવાઓ તેની પટલાઈ કરતા. આ નગરમાં એ અરસામાં એક સમૃદ્ધ કાંઝા કુંટુંબ પણ ખેતી કરતું હતું. આ કુંટુંબના એક વારસ કાળા કાંઝા તો પોતાને બારણે સાંઢણીઓ રાખી રોજ ગંગાજળ મંગાવતા અને તેનાથી સ્નાન કરતા. પાછળથી સિંહાનગરની પડતી દશામાં તેમાંનાં કેટલાંક કુટુબો વસો આવી વસ્યાં, જયારે બાકીનાં કાશી તરફ ગયાં કાશીમાં કુટુબના થોડ ઘર આજે પણ મોજૂદ છે. પરંતુ સમયના અંતર સાથે બંને પાંખના સંબંધો ઘસાતા ગયા અને સંબંધ ઈતિહાસની નોંધ પૂરતો સિમિત બન્યો.
વસોમાં જે રહ્યા તેમના એક વંશજ રામજી પોતે જરૂર પડે મોગલ બાદશાહોને મદદ કરતા અને આ મદદ બાદશાહો માટે અનિવાર્ય થઈ પડતી. રામજીના બે પુત્રો લાલજી અને અજુ પણ પ્રતાપી અને શુરવીર હતા. તેમના પુત્ર ગણેશજી અને વારસદારો આજે મુ. લાલજીભાઈના કુટુંબ તરીકે ઓળખાય છે.
લાલજીભાઈના અવસાન બાદ અજુભાઈની જવાબદારી વધી પડી. અજુને બે પુત્રો પ્રાગદાસ અને કાશીદાસ હતા. કાશીદાસને બે પુત્રો ભવાનીદાસ અને વણારસીદાસ હતા. કાશીદાસના પુત્ર વણારસીદાસે સં ૧૭૪૭ માં પાટીદારનું બાર ગામનું બંધારણ બાંધવાની આગેવાની લીધી. તેમણે સૂચવેલાં સુધારામાં જે ગામો જોડાયાં હતાં પાછળથઈ કુલીન મનાવાં લાગ્યાં. ગાયકવાડ રાજયને ગુજરાતમાં લાવવામાં (વસોનો) ફાળો મોટો છે. વણારસીદાસના બે પુત્રો વેણીશા-બાજીશા પણ ઘનાજ પરાક્રમી હતા. તેઓએ પરોપકારી કાર્યો પણ ઘના કર્યા હતાં અને સામાજિક સુધારા કરવામાં પણ પહેલ કરી છે.
વસો ગામ નાનું અને રળિયામણું છે. તેને ફરતો કોટ અને કોટની દિવાલને ઠેર ઠેર દરવાજા હતા. રાત્રિનો સમય થતાં તમામ દરવાજા બંધ થતા. લોકો વેપાર ધંધે કુશળ હતા. એ ગામની રોનક અને જાહોજલાલી સિધ્ધ કરતી હતી. તેમની ધર્મ ભાવના અને પરમાત્મા ઉપરની શ્રધ્ધા ઉત્કટ હતી. તે આવા નાના ગામમાં પણ અનેક દેવ-મંદિરોમાં અને મસ્જીદોમાં શિખરો ઉપર ફરકતી અને હવાની સાથે ગેલ કરતી ધજાપતાકાઓથી સજાવાય છે. ગામથી બે-ત્રણ ફલાંગ દૂર આવેલા સુંદર અને વિશાળ જળાશય (રામ સરોવર) ના કિનારે પણ એક નાનું છતાં રમણીય મંદિર ધર્મ-ધજા ફરાકાવે છે. સરાવરની ચારે બાજુ બાંધેલી પથ્થરની પાકી દિવાલ અને તેની રચનાનો ઈતિહાસ ગૌરવપ્રદ છે.
આ ગામની વસ્તી આજે આશરે બાર હજારના આંકને વટાવી ગઇ છે. શિક્ષણ માટે વસો કેળવણી મંડળની વિવિધ સંસ્થાઓ દ્વારા પૂર્વ પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓ ગોપાળદાસ બાગમાં આવેલી છે. જેમાં ૧૯૯૩થી આર્ટસ તથા કોંમર્સ ર્કાલેજનો ઉમેરો થયેલ છે. વેપાર ધંધાના વિકાસ અર્થે વસો સહકારી બેંક તેમજ રાષ્ટ્રીયકૃત બે બેંકોની શાખાઓ ગામાના નાણાં વ્યવહારને સાચવે છે. લોકોની જરૂરિયાતો પૂરી પાડતી સેવા સહકારી મંડળી અને બે વણકરગૃપ મંડળીઓ હાથ વણાટના કાપડના ઉત્પાદનનું કામ કરે છે. હોંશિયાર પણ સાધનહીન વિધાર્થીઓ આર્થિક મદદ આપવાનું કામ “વસો વિધાર્થી સહકારી મંડળ" દ્વારા થાય છે. પીવા માટે તથા અન્ય ઉપયોગ માટેનું સ્વચ્છ પાણી પૂરું પાડતું ર્વાટર વર્કસ છે. ગામના આરોગ્યની અને સામાન્ય સુખકારીની ચિંતા રાખનાર નગરપાલિકા છે અને વસો આરોગ્ય મંડળ સંચાલિત શેઠશ્રી સી.એમ.શાહ જનરલ હોસ્પિટલ નામે અદ્યતન હોસ્પિટલ બાંધવામાં આવેલ છે. જિલ્લા પંચાયતનું એલોપેથિક દવાખાનું ડૉ. પી.જે.ભટ્ટ કૃષ્ટ નિવારણ કેન્દ્ર, ફુ. નાબા પ્રસુતિગૃહ અને પ્રસન્નબા ભાઇલાલભાઇ વ્યાસ આયુર્વેદિક દવાખાનું દર્દીઓની સારવારનું કામ કરે છે. વખતો વખત દંત યજ્ઞ, નેત્ર યજ્ઞ, રક્તદાન વદેરે પ્રવૃતિઓ દ્વારા સામાજિક સેવાઓ કરતા હોય છે. ગામને ઇશાન ખૂણે પૂરાતન સમયનું ધારનાથ અને નેઋત્વ ખૂણે એવુ જ નિલકંઠ મહાદેવ તથા મઘ્યભાગે વસોની સ્થાપના પહેલાંનું વસુંધરા માતાજીનું પુરાણું દેવસ્થાન આવેલ છે.
પ્રૌઢ શિક્ષણ માટે મો.ન.અમીન સાર્વજનિક પુસ્તકાલય હરીબા મહિલા પુસ્તકાલય અને બાળ પુસ્તકાલય ઉપરાંત સાકરબા મહિલા ભવન અને મણિબેન રા. અમીન સંસ્કાર કેન્દ્ર પોત પોતાની રીતે કામ કરી રહ્યા છે. સામાન્ય કેળવણીમાં પાછળ રહેનાર વિદ્યાર્થીઓને માટે ઔધોગિક કેળવણી આપતી સંસ્થા આચાર્યશ્રી રામભાઇ કા. પટેલ, ટેકનિકલ ઇન્સ્ટિટયુટ ગામની પૂર્વ દિશાએ સુંદર કાર્ય કરી રહી છે. વસોની વિશિષ્ટતા એ છે ગામમાં હિન્દું, મુસલમાન અને કારીગર તથા પછાત કોમાની અઢારેય કોમોની વસ્તી સારા પ્રમાણમાં છે. આજના વસોનો માટો વર્ગ અમેરિકા, કેનેડા, ઈગ્લેંડ અને આફ્રિકામાં વસતો થયો છે અને વૃદ્ધો પણ પુત્રોની સાથે રહેવા માટે વસોના મકાન બંધન કરી શહેરોમાં કે પરદેશમાં જતા હોય છે. “વસો માસિક પત્રિકા દ્ધારા વસોની અનેકવિધ પ્રવૃતિઓ અને પ્રગતિનો ખ્યાલ દેશ પરદેશમાં વસતા નાગરિકને પ્રતિમાસ મળ્યા કરે છે.
શિક્ષણ : પ્રાથમિક શિક્ષણ વસોમાં, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરામાં, ઈ.સ.૧૯૦૦ના નવેમ્બરમાં વડોદરામાંથી બી.એ.થયા.
મોતીભાઇએ વડોદરામાં 'ચરોતર બોર્ડિગ હાઉસ' નામની સંસ્થા સ્થાપી. પાટણની હાઇસ્કૂલમાં એક્સટ્રા ટીચર તરીકે કારકિર્દી આરંભી. જુલાઇની પહેલી તારીખે 'મિત્ર મંડળ પુસ્તકાલય' સ્થાપી ગુજરાતમાં સૌથી પહેલી સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃતિ પણ શરૂ કરી.
પોતાના વતન વસોને ગ્રમોદ્ધારનું એક પ્રયોગક્ષેત્ર બનાવી ત્યાં સંખ્યાબંધ સંસ્યાઓ સર્જી. એ જ પ્રકારની લોકહિતની સંસ્થાઓ ચરોતર પ્રદેશમાં સ્થાપી શકાય તે માટે અને પોતાની વિદ્યાર્થીઓને સેવાનું ક્ષેત્ર મળી રહે તે માટે આણંદમાં ચરોતર એજ્યુકેશન સોસાયટી (૧૯૧૬માં) સ્થાપી.
એમનું જીવન ચરિત્ર 'મોતીભાઇ અમીન જીવન અને કાર્ય' એ નામથી પ્રકટ થયેલું છે. એમાં એમના જીવનની તેમજ એમણે પ્રવૃતિઓની વિગતવાર માહિતી છે. પોતાની તમામ મિલકત વસો ગામની નાની મોટી સાર્વજનિક સેવાની પ્રવૃતિઓમાં શ્રી મોતીભાઈએ અર્પણ કરી હતી.
છેક વિદ્યાર્થી અવસ્થાથી શ્રી મોતીભાઈએ સ્વયંભૂ પ્રેરણાથી પુસ્તક પ્રચારનું કામ કરવા માંડયું હતું જે જીવનના અ:ત સુધી સારાં પુસ્તકોનો પ્રચાર કરવાનું ધર્મકાર્ય એમણે ચાલુ રાખ્યું હતું. પુસ્તકાલયોની સેવાની કદરરૂપે અખિલ હિદું ગ્રામ પુસ્તકાલય પરિષદે તેમને ૧૯૩૩માં ग्रंथालयडधमपितामह નામનું બિરૂદ આપ્યું હતું. પુસ્તકાલય ખાતાની કદરરૂપે ઈ.સ. ૧૯૩૧માં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને રૂા. ૧૫૦૦ની થેલી ભેટ આપી હતી. જે તેમણે પુસ્તકાલય પ્રવૃતિમાંજ ખર્ચવાની વ્યવસ્થા કરી હતી.
શ્રી મોતીભાઈના હૈયામાં ચરાતરના ઉદ્ધારની ચિંતા સતત ઘોળાયા કરતી. ચરોતરના પાટીદારો મૂળથી ખેડૂત અને વારસાગત રીતે પેઢી દર પેઢી વારસો વહેંચવામાં જમીનના ટૂકડા પડતા. આથી ખેડૂત વધારે ગરીબ બનતો. એમના મનમાં એ વિચાર દ્દઢ કરી ગયો કે ચરોતરના પાટીદારમાં ભણતર વધે તો જ ગરીબી દૂર થાય. અને આથી જ ચરોતરના લગભગ હાર્દ સમા અને આખા ચરાતરના કોઇ પણ ગામડાના વિદ્યાર્થીને પહોંચવાનું સરળ બને એવા પેટાલાદ અને આણંદ જેવા સ્થળોએ એમણે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. જેના ફળ સ્વરૂપે આખા ચરોતરના પાટીદારોનું અને તમામ રહીશોનું ભણતર અભ્યાસ વઘ્યો. પરિણામ એ આવ્થું કે પાટીદાર આફિકા જતો થયો. જમીનના ટૂકડા ઓછા થયા એટલું જ નહીં, પરદેશની કમાણી ચરાતરના પાટીદારોના ઉદ્ધારમાં થવા લાગી આમ ચરોતરના પાટીદારોના ઉદ્ધારમાં મોતીભાઇનો ફાળો અધ્તીય છે. તા. ૧-૨-૧૯૩૯ના રોજ તેમનું દેહાવસાન થયું. એમના અવસાન પછી ગુજરાતમાં અનેક સ્થળોએ એમના માનામાં શોકસભાઓ ભરવામાં આવી હતી. એમનું સ્મારક રચવા સરદાર વલ્લભભાઇ પટેલના પ્રમુખપદે રચયેલ સ્મારક સમિતિએ એ જમાનામાં લગભગ રૂપિયા પચાસ હજારનું સ્મારક ભંડોળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ચરોતર એજ્યુકેશન સોસાયટીએ પણ બીજા વધુ નાણાં ઉઘરાવી પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવાની કોંલેજ સ્થાપી છે. તેનું 'મોતીભાઇ ન. અમીન પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર' એવું નામ આપવામાં આવ્યું છે.
આમ આજના ચરોતરના ઉદ્ધારનો પાયો મોતીભાઇ ન. અમીને નાખેલો છે. એ કદીય ન વિસરવા માટે આપણે સૌએ તેમની પુણ્યતિથિ પહેલી ફેબ્રુઆરી કોઇક પ્રવૃતિ આદરવી જોઇએ.