સોસાયટી એકટ : બોમ્બે / ૬૩૨ / ૯૪ / જી.બી.બી.એફ.ડી તા. ૭-૭-૯૪
પબ્લિક ટ્રસ્ટ એકટ : એફ / ૧૬૬૪૬ / બોમ્બે તા. ૧૨-૭-૯૪
મુંબઇમાં આવી રહેનારા છ ગામ લેઉવા પાટીદાર સભ્યોનો બનેલ છે. જેની સ્થાપના ૧૯૮૧માં થયેલ હતી. કુલ ૭૬૨ સભ્યો છે.
સમાજ તેના સભ્યો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓની દર વર્ષે રાહતના દરે નોટબુક વિતરણ થાય છે. ત્યાં જરૂરતમંદોને ભણવા માટે આર્થિક સહાય પ્રદાન કરે છે. રાહત દરે સભ્ય તથા પરિવાર માટે કોમ્પ્યુટર કલાસ ચલાવવામાં આવે છે. મેડીકલ કેમ્પનું આયોજન તથા નજીકના સ્થળો પર પીકનીક પણ ગોઠવાય છે. લગ્ન લાયક યુવક યુવતીયો માટે લગ્ન મેળા આયોજીત થાય છે. જેમાં જન્માક્ષર મેળવી આપવા જયોતીષ પણ હાજર હોય છે.
દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જમવા સાથે સમાજ તેમના સભ્યોના પરિવાર સાથે આમંત્રિત કરીને સ્નેહ સંમેલન આયોજીત કરે છે. જેથી વતનથી દૂર રહેનારાઓ એકમેકના સંપર્કમાં આવી શકે.
સમાજ એક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયો છે. જેમાં સભ્યો યોગ્ય દાન ફાળો જમા કરાવે છે. જે સમાજના લાભાર્થે વપરાય છે.
લેઉવા પાટીદાર ઇતિહાસ આર્યન ભારતમાં આવ્યા ત્યારથી શરૂ થાય છે. એટલે કે ઈશુખ્રિસ્તના વર્ષ ૧૫૦૦ પહેલાની જે આ વાત છે તે હિન્દુત્વ જેટલી જ જૂની છે. જેપ્રસંગોમાં અને જ્ગ્યાઓએ આપણે રહીએ છીએ તેનાં પ્રમાંણે તેનું વર્તન હોય છે.
આ પ્રવાસ દરમ્યાન થોડીક વસ્તુઓ બદલાયા વગરની જ છે; જેમકે આપણો સખત પરિશ્રમનો વારસાગત સ્વભાવ અને ક્યારેય ન મારો-હારો તેવો અભિગમ, અને સત્યને માટેનું પાલન આગ્રહ અને સહકાય કરવાનો સ્વભાવ અને સમાજમાં ભાઈચારો રાખવાની ખુબજ મજબૂત અભિગમ. આ બધા વર્તનનું પરિણામ એ આવ્યું કે ગુજરાતનો પાટીદાર સમાજ આફ્રિકા, બ્રિટન અને અમેરિકામાં સફળ થયો છે.
ભારતમાં બે રાજાઓનો વંશ મહત્વનાં છે. એક સૂર્યવંશી અને ચંદ્રવંશી. તેઓ ભારતમા પર શાસન કર્યું. વધારે કરીને ઈતિહાસમાં છે તે મુજબ શ્રીરામ કે જે સૂર્યવંશીમાં ૬૭માં રાજા હતા અને શ્રી કૃષ્ણ ૬૪માં ચંદ્રવંશી રાજા હતા.
લેઉવા અને કડવા સૂર્યવંશી અને ચંદ્રવંશી છે. રામનાં સુપુત્રો લવ કુશે રાજ જન્મ જેમને હરાવ્યો કે જે વિશાલવતીનો રાજા હતો અને તેમનું સામ્રાજય તેની સાથે ભાગીદારીમાં સ્થાપ્યું. અત્યારે જે લાહોર અને કાસોર (કરાડ) કે જે પંજાબ, પાકિસ્તાનમાં છે. લેઉવા અને કડવા મૂળભૂત લાહોર અને કાસોરથી આવેલા છે. સોલંકી રાજ સીધ્ધરાજ જયસિંહ હતો તેણે માલવા જીત્યું અને કણબી (કુરમી)ઓને તેમનું રાજય સ્થાપવા માટે અણહીલવાડમાં (ઉત્તર ગુજરાત)માં બોલાવ્યા. એમ કહેવાય છે કે રામજીભાઇ એ ૬૦૦ કણબી કુટુંબનો અડાલ સ્થાપી થવા બોલાવેલ. તેઓને જંગમાં જમીન આપેલ કે જે ટેક્ષનાં બદલે હતી. તેઓએ સખ્ત મહેનત કરીને સમૃધ્ધિ મેળવી, કણબીઓએ ગુજ્જરોની ભાષા (ગુજરાતી) અપનાવી. ગુજરાત બહાર તેઓ ત્યાંની સ્થાનિક ભાષા છે. ।આમીન’ પશીયન શબ્દ છે જેનો મતલબ વિશ્વાસુ થાય છે. ઈ. સાલ પહેલા ૧૭૦૩માં વીર વાસણદાસ રાજ બહાદુર શાહબીજાને સમજાવ્યું કે કણબી જેઓની જમીન છે. તેમને અલગ ઓળખ ।પાટીદાર’ તરીકે આપો. તેણે એમ પણ સમજાવ્યું કે પાટીદારોને ટેક્ષ વસુલી સત્તા આપવામાં આવે. વીર વાસનદાસની નિમણૂંક પહેલા આમીન તરીકે થઇ. તેમનો વિસ્તાર ઢોકા, માતર અને પેટલાદ હતો. દેસાઇઓની નિમણૂંક ગાયકવાડી રાજા ( ૧૭૬૧ - ૧૮૫૦) કે જે વડોદરામાં કર વસુલવો તથા અમુક પરગણામાં તે કામ કરવો. તેનો બદલામાં તેઓને ૧૦% કમીશન મળતું હતું. દેસાઇઓ ગુજરાત મહારાષ્ટ અને ગોવામાં છે. તેઓને વધારે કરીને પાટીદાર, બ્રાહ્મણ અને વાણીયા લોકોએ નીમ્યા હતા. સોલંકી રાજાઓએ દરે પાટીદાર કુટુંબને એક ગામ જમીન આપેલ હતી. તેનું કામ નોંધ (લીખ) પાક હોય તેનો રાખવાનું હતું. કે જે જમીનનો ભાગ પર આપેલ હોય તે મુજબ. સ્ા માણસ પછી “પટલીખ” તરીકે ઓળખાયા છે. પઠી ટૂંકામાં પટેલ (માહારાષ્ટ્રમાં પાટીલ) તરીકે થયા. આ સમયમાં લગભગ બધા કણબીઓ પોતાને પટેલ નામથી ઓળખાવવા લાગ્યા.
થોડા લેઉવા લોકો ખેડા અને આણંદ બાજુ (અડાલજથી) ગયા. કેમકે ત્યા. તેમની વસ્તી વધી ગઇ. આ પ્રદેશનાં રાજા બદલાયા. ટેક્ષનો દર વધ્યો. (ચડ) કે ઘટયો (ઉતર) તેને નામ આપ્યું ચરોતર. તેઓએ અમૂલ સહકારી દૂધ મંડળી સ્થાપી. તેઓ સ્વામીનારાયણ અને ઠાકોરજીની પૂજા કરતા. તેઓ કપાસ ઉગાડયો, અને મીલ સ્થાપી તથા તમાકુ પણ ઉગાડયા.સરદાર વલ્લભભાઇ પટેલ તેમના સૌથી પ્રખ્યાત પુત્ર થયા. લેઉવા, બધા લોકોની કુળદેવી અન્નપૂર્ણા દેવી છે. સરદાર વલ્લભભાઇ પટેલ, ભારતના લોખંડી પુરુષનો સમાજમાં સૌથી મહાન નેતા થયા. તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ લીધેલી અને મહાન નેતાગીરી પુરી પાડેલી, કે જયારે આઝાદીની ચળવળ ચાલતી હતી. કદાચ તેઓ ભારતના સૌથી લાયક નેતા હતા કે જે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની શકયતા ધરાવતા હતા. પણ તેઓએ નેહરુની તરફેણમાં ખસી ગયા હતા. તેઓને ૫૦૦ રજવાડાઓને ભારત દેશમાં સમાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. આઝાદી પછી તેઓ ભારતના ગૃહપ્રધાન બન્યા. તેઓ ૧૯૫૦ની સાલમાં અવસાન પામ્યા.
૧૮૭૫ | ૩૧મી ઓકટોબરના રોજ ખેડા જીલ્લાના નડીયાદ મુકામે જન્મ. મૂળ વતન કરમસદ ગામ. |
૧૮૯૩ | કરમસદ નજીક માના ગામના વતની ઝવેરબા સાથે લગ્ન. |
૧૮૯૭ | નડીયાદની ઈંગ્લીશ શાળામાંથી મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ. |
૧૯૦૦ | જીલ્લાના સરકારી વકીલની પરીક્ષામાં ઉત્તીર્ણ. જીલ્લા મુખ્યાલય પંચમહાલના ગોધરા ખાતે વકીલાતની શરૂઆત. |
૧૯૦૨ | વકીલાતનો વ્યવસાય ગોધરાથી બોરસદ ખસેડ્યો અને ઉત્કૃષ્ટ ક્રિમીનલ વકીલ તરીકે નામના મેળવી. |
૧૯૦૩ | પુત્રી મણિબેનનો જન્મ. |
૧૯૦૫ | પુત્ર ડાહ્યાભાઈનો જન્મ. |
૧૯૦૯ | પત્ની ઝવેરબાનું ૧૧મી જાન્યુઆરીએ મુંબઇ ખાતે દેહાવસાન. |
૧૯૧૦ | ઓગષ્ટમાં બાર એટ લોના અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ તરફ પ્રયાણ કર્યું અને વિખ્યાત મિડલ ટેમ્પલ લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. |
૧૯૧૨ | બાર એટ લોની અંતિમ પરીક્ષામાં પ્રથમ આવ્યા. ષચાસ પાઉન્ડના પારિતોષિકથી નવાજવામાં આવ્યા. ભારત પ્રતિ પ્રયાણ. |
૧૯૧૩ | અમદાવાદ ખાતે ફેબ્રુઆરીથી ક્રિમીનલ વકીલ તરીકે પ્રેકટીસ શરૂ કરી. |
૧૯૧૫ | અમદાવાદ ખાતે ગુજરાત સભામાં જોડાઇને જાહેર જીવનની શરૂઆત કરી. |
૧૯૧૬ | પ્રથમ વાર ગાંધીજીના સંપર્કમાં આવ્યા. આઝાદી માટે દેશભકિત છલકાઇ. કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. |
૧૯૧૭ | પહેલી વાર અમદાવાદ સુધરાઇના સભ્ય બની સફાઇ સમિતિના અધ્યક્ષ તરીકે ચુંટાયા. |
૧૯૧૯ | અમદાવાદ સુધરાઇની કાર્યકારી સમિતિનું અધ્યક્ષ શોભાવ્યું. સ્વતંત્રતા પર તરાપ મારવા સરકારે ઘડેલા રોલૅટ કાયદા વિરુદ્વ ચળવળ આદરી. ગુજરાત ખાતેથી ૭મી એપ્રિલથી સત્યાગ્રહ પત્રિકાનું પ્રકાશન શરૂ કર્યું. |
૧૯૨૦ | અમદાવાદ સુધરાઇની ચુંટણીમાં કોંગે્રસ તમામ બેઠકો પર વિજય મેળવ્યો. ખાદી અપનાવી પાશ્ચાત્ય વસ્ત્રોનો બહિષ્કાર કર્યો. સવિનય કાનૂન ભંગનો ઠરાવ પસાર કર્યો. ગાંધીજી સાથે ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાનો નિર્ણય કર્યો. |
૧૯૨૧ | ગુજરાત કોંગે્રસ સમિતિ પ્ર્રથમ અધ્યક્ષ બન્યા. સ્મદાવાદ ખાતે યોજાયેલા ૩૬મા કોંગે્રસ અધિવેશનમા અભિવાદન સમિતિના પ્રમુખ બન્યા. |
૧૯૨૨ | બર્માના રંગુનમાંથી ગાંધીજી પ્રેરીત ગુજરાત વિદ્યાપીઠ માટે રુ. ૧૦ લાખનું ભંડોળ એકત્રિત કર્યું. |
૧૯૨૩ | બ્રિટીશ સરકાર સામે નાગપવરથી રાષ્ટ્ર ધ્વજ સત્યાગ્રહના જનક બન્યા. ડિસેમ્બરમાં સરકારે બોસરદની પ્રજા પર ગેરકાયદેસર રીતે ઝીંકેલો સજાત્મક હેડે કાયદો રદ કર્યો. |
૧૯૨૪ | પૂર્નસ્થિત અમદાવાદ સુધરાઇના અધ્યક્ષપદે ચુંટાયા. |
૧૯૨૭ | ગુજરાતમાં અભૂતપૂર્વ પૂર આવ્યું. શરકાર પાસેથી રુ. એક કરોડની પુર રાહત નીધિ મેળવી. |
૧૯૨૮ | અમદાવાદ સુધરાઇના અધ્યક્ષ પદેથી રાજીનામું. ખેડુતો પર એકપક્ષી રીતે લદાયેલા જંગી કરવેરા સામે બારડોલી સત્યાગ્રહ આદર્યો. સ્વતંત્રતાની લડાઇ માટે કોંગ્રેસના અધિવેશનમાં સરદારના બિરુદથી નવાજાયાં અને ખેડુતોના સરદાર તરીકે ખેડુતોના હૈયા જીત્યા. |
૧૯૨૯ | પૂના ખાતે યોજાયેલી માહારાષ્ટ્ર રાજકીય સભા અને મોરબી ખાતે યોજાયેલી કાઠીયાવાડ રાજકીય સભાનું પ્રમુખપદ શોભાવ્યું. |
૧૯૩૦ | રાસ ગામે ૩૦મી જૂનની જાહેર સભા અંગે પ્રસાર કરવા બદલ ૭મી માર્ચે ધરપકડ કરવામાં આવી. ૧લી ઓગસ્ટ ફરીથી ધરપકડ કરવામાં આવી. ૧લી ઓગસ્ટે ફરીથી ધરપકડ કરી યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. |
૧૯૩૧ | ગાંધી કરવિન સમજૂતી બાદ માર્ચમા જેલમાંથી છોડવામાં આવ્યા. કરાચી ખાતે યોજાયેલા ૩૬માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદ સંભાળ્યું. |
૧૯૩૨ | સરકાર સામેના આંદોલનનું નેતૃત્વ કરવા બદલ યરવડા કેન્દ્રીય કારાવાસમાં ૧૬ મહિના સુધી ગાંધીજી સાથે સહવાસ માણવા મળ્યો. નવેમ્બરમાં કરમસદ ખાતે માતા લાડબાઇનું દેહાવસાન. |
૧૯૩૩ | નાસિક જેલમાં ફેરવવામાં આવ્યા. મોટાભાઇ વિઠ્ઠલભાઇનું સ્વિત્ઝરલેન્ડ ખાતે દેહાવસાન. |
૧૯૩૪ | કેન્દ્રિય કોંગ્રેસ સમિતિની શિસ્તનું પાલન કરાવવા પ્રાદેશિક કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું. કાઠિયાવાડ પ્રોવીન્શીયલ સભાનું પ્રમુખપદ સંભાળ્યું. |
૧૯૪૦ | ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ ૧૮મી નવેમ્બર સાબરમતી જેલમાં કેદી તરીકે રખાયા. ત્યારબાદ ત્યાંથી પૂનાની યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. |
૧૯૪૧ | આંતરડાની તકલીફને કારણે જેલમાંથી છોડવામાં આવ્યા. |
૧૯૪૨ | ૮મી ઓગસ્ટે મુંબઇ ખાતે યોજાયેલી કોંગ્રેસ માહાસમિતિની બેઠકમાં ભારત છોડો આંદોલનનો ઠરાવ પસાર કરાયો. ૯મી ઓગસ્ટે ધરપકડ કરી. અન્ય નેતાઓ સાથે મહારાષ્ટ્રના અહમદનગર કિલ્લામાં લઇ જવાયા જયાં ૧૯૪૪ સુધી રહ્યા. |
૧૯૪૫ | પૂના નજીક યરવડા જેલમાં ફેરવવામાં આવ્યા. ૧૫મી જૂને છુટકારો. |
૧૯૪૬ | ભારતની બંધારણ સભામાં પહેલીવાર ભાગ લીધો. |
૧૯૪૭ | ૪થી એપ્રિલે વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઇ પટેલ મહા વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ૫મી જુલાઇએ દેશી રજવાડાઓના પ્રશ્રો હલ કરવા એમની અધ્યક્ષતા હેઠળ નવી રિયાસતી રચાઇ. દેશી રજવાડાઓને દેશની સ્વતંત્રતા માટે એક થવા માટે સમજાવ્યાં. ૧૫મી ઓગસ્ટે સરદારશ્રીએ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને સ્વતંત્ર ભારતના ગૃહપ્રધાન તરીકેના શપથ લીધા. ૧૩મી નવેમ્બરે ગુજરાતના સોમનાથ પાટણની મુલાકાત લીધી અને સોમનાથ મહાદેવના મંદીરના જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લીધો. |
૧૯૪૮ | ૧૫મી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર રાજય સંઘની રચના, ૭મી એપ્રિલે રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન. જોધપુર, જયપુર, બીકાનેર, જેસલમેર, ઉદયપુર, ભરતપુર રાજયોની રચના. ૨૨મી એપ્રલે મધ્ય ભારતના સંયુકત ગ્વાલિયર, ઈંદોર તથા ૨૩ દેશી રાજયો સાથે સમવાય સંઘ રચવાના કરાર પર હસ્તાક્ષર કર્યાં. નવેમ્બરની ૩જી, ૨૫મી અને ૨૯મીની રોજ નાગપુર, બનારસ અને અલ્હાબાદ વિશ્વવિદ્યાપીઠોએ ડૉકટર ઓફ લૉની પદવીથી નવાજયા. |
૧૯૪૯ | ૨૬મી ફેબ્રુઆરીએ ઉસ્માનીયા વિશ્વવિદ્યાપીઠે ડૉકટર ઓફ લૉની પદવીથી નવાજયા. વાડાપ્રધાન જવાહરલાલ નહેરુની અમેરીકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત દરમિયાન ૭મી ઓકટોબર થી ૧૫મી નવેમ્બર વચ્ચે કાર્યકારી વડાપ્રધાનનો હોદ્દો સંભાળ્યો. |
૧૯૫૦ | સપ્ટેમ્બરની ૨૦મી થી ૨૨મી વચ્ચે કોંગે્રસના નાસિક અધિવેશનમાં હાજરી આપી. ૧૫મી ડિસેમ્બર ટૂંકી માંદગી બાદ મુંબઇ ખાતે દેહવસાન. |
૧૯૫૧ | દેશને આપેલી બહુમૂલ્ય સેવાઓ બદલ તત્કાલિન રાષ્ટ્રપતિ આર. વેંકટરામને ૧૨મી જુલાઇના રોજ દિલ્હી ખાતે મતણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજયા. સ્ા ઇલકાબ તેમના પૌત્ર શ્રી વિપિનભાઇ પટેલે સ્વીકાર્યો. |
સોજીત્રાના વતની હાલ મુંબઈ સ્થાયી થયેલા શ્રી હરિહરભાઈ રાવજીભાઈ પટેલનો જન્મ ભાદરણ ગામમાં થયો હતો. તા. ૧૧-૩-૧૯૩૦ થી ૦૬-૧૧-૨૦૧૭. પિતાશ્રી રાવજીભાઈ ચતુરભાઈ પટેલ અને માતા કમળાબેન સાથે બાળપણ સોજીત્રા ગામમાં ગુજાર્યું. તેમનો સમસ્ત પરિવાર સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. તેમના લગ્ન પ્રભાવતીબેન સાથે થયા બાદ તેઓ મુંબઈ વ્યવસાય અર્થે આવી વસ્યા.
ગોરેગાંવ તેમનું કાર્યક્ષેત્ર બન્યું અને વિવિધ ધંધાઓ કરી મિત્રો સાથે ભાગીદારીમાં કાંદિવલીમાં પ્રેસીયસ ઈક્વીપમેન્ટ કુાં. સ્થાપી. તેઓ ગોરેગાંવ એજ્યુકેશન સોસાયટી, સંસ્કારધામ કેળવણી મંડળ અને વિલેપાર્લે કેળવણી મંડળની મેનેજીંગ કમીટીમાં હતાં. બે દાયકાઓથી તેઓ સુપ્રસિદ્ધ નરસી મોનજી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ટ્રસ્ટી આજીવન સભ્ય હતાં. તેઓશ્રીએ વિલેપાર્લે પાટીદાર મંડળ અને શ્રી ગોરેગાંવ પાટીદાર સમાજમાં પણ કાર્યવાહક કમિટિમાં સક્રિય સેવા આપી હતી.
તેઓ ગોરેગાંવમાં આવેલી ધી જવાહર નગર કો-ઓપ. હા. સો. નાં ચેરમેન હતાં તથા છ ગામ પાટીદાર સમાજ મુંબઈ સ્થાપક સભ્ય તથા સક્રિય કાર્યકર હતાં. તેઓ છ ગામ પાટીદાર સમાજને હરહંમેશ ફંડ ફાળો ઉધરાવી આપી મદદરૂપ થયા હતાં. સમાજમાં તેમની પ્રતિષ્ઠા એક સનિષ્ઠ સેવાભાવી કાર્યકર તરીકેની હતી. સોજીત્રામાં સી. સી. પટેલ સાર્વજનિક હોસ્પીટલમાં પણ સંકળાયેલા હતાં. ૮૭ વર્ષે પણ તેઓ યુવાનોને હંફાવે તેવી રીતે સક્રિય રહી કાર્યરત રહેતા હતાં.
હંમેશા હસતા ચહેરા સાથે સૌને ચાંદલો કરી આશિષ આપતાં હતાં. તેઓની યાદશક્તિ એવી કે એકવાર મળે તેને દાયકાઓ પછી પણ નામથી બોલાવી શકતા હતાં. નાના-મોટા સર્વેને નિઃસ્વાર્થભાવે મદદગાર થતાં હતાં.
ગુજરાત રાજયમાં આણંદ જીલ્લાનાં સોજીત્રા ગામનાં વતની શ્રી મુકેશભાઇ રસિકલાલ પટેલ તેઓ જેમનો કૌટુંબીક વારસો કહેવાય ત્યાંથી મહારાષ્ટ્રમાં ધૂળે જીલ્લાનાં શિરપૂર ગામથી મુંબઇ આવીને વસ્યા હતા.
અત્યંત આદરણીય માનવી; પોતાના પ્રિય વિશ્વને છોડીને જતા રહ્યા પણ વિદાય લેતાં પહેલા તેઓ પોતાના જીવન થકી અમીટ છાપ મૂકતા ગયા. મુકેશ પટેલને સહુ કોઈ લાંબા સમય સુધી યાદ કરતા રહેશે. તેમણે જે પસંદગી કરી, જે પંથ લીધો અને જે નવી દુનિયાનાં દ્ઘાર ખોલ્યાં એ બદલ.
મુકેશ પટેલ માત્ર એક નામ નથી પણ ઘણી દ્રષ્તિએ પથદર્શક હતા. તેઓ વારસો, પોતાની માન્યતાઓ વાળવવા માટે જે અવિરત પ્રયાસ કરતા એ તો ખાસ યાદ રહેશે. તેઓ જાણતા અને માનીતા સરદાર પટેલના કુટુંબના વંશજ હતા એટલે ગુજરાતનો ભાતીગળ વારસો જાળવવા અને તેને વધારે સમૃધ્ધ બનાવવા હંમેશા કટિબધ્ધ રહ્યા હતા. તેમણે મૂલ્યો અને મૂળનું જતન કર્યું. એટલું જ નહીં, સમકાલીન સંદર્ભમાં તેમને વિકસાવ્યાં પણ ખરાં. શ્રી વિલે પારલે કેળવણી મંડળ ( એસવીકેએમ ) આજે મશાલચી હતી. તેમ જ આ મશાલ ઉષ્મા આપતી રહે અને પ્રકાશતી રહે એની દરકાર પણ લીધી હતી.
તેઓ શ્રી ઓટોરાઇડર ગ્રુપનાં માલિક હતા. શ્રી વિલે પારલે કેળવણી મંડળ ( એસવીકેએમ ), શ્રી વિલે પારલે પાટીદાર મંડળના પ્રમુખ અને છ ગામ પાટીદાર સમાજ, મુંબઇ ટ્રસ્ટિ તથા રાજય સભાના સભ્ય હતા.
તેઓ સમય સામે હોડમાં ઉતર્યા અને તેમણે ઘણીવાર મોટા અવરોધોનો સામનો કરવાનો આવ્યો. આ પરિસ્થિતિ તેમનાં વિચારો અને યોજનાઓની પૂર્તિ માટે ચાલકવળ બનતી. શૈક્ષણિક ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક, સામાજિક પ્રશ્ર હોય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે સામુદાયિક ઉત્કર્ષની વાત હોય, તેમની દરેક પ્રવૃતિમાં ઉત્સાહ અને કટિબધ્ધતાનો અનુભવ થતો. આ રીતે તેમણે કથળી ગયેલી ઘણી પ્રવૃત્તિઓમાં આધુનિકતા સીંચીને, તેને નવપલ્લવિત કરી હતી. તેમણે સાંસ્કૃતિક, સામાજિક અને ભાગતીક બાબતો માટે જે સત્ય અને સહકાર આપ્યાં છે તે હંમેશા પ્રશંસાપાત્ર બની રહેશે.
મુકેશભાઇ તેમની આસપાસના અનેક લોકોનાં મનમાં વસી ગયા હતા. તેમણે એક સાચા લોકમિત્ર તરીકે પોતાના બધા સંબંધોમાં અને વહેવારમાં સાચી ઉષ્મા અને દરકાર વ્યકત કરી છે. તેમણે સાચા નેતાની જેમ નેતૃત્વ કર્યું - હા, જવલંત ઉદાહરણ બનીને. તેમણે જાતે ઉડ્ડયન કરીને લોકોને દર્શાવ્યું કે જુઓ, આવી રીતે આકાશને અંબાય.
મુકેશભાઇના કુટુંબીજનો, સંબંધીઓ, મિત્રો અને અનેક શુભેચ્છકો માટે આ એક કસોટીનો કાળ છે. પરંતુુ સાથોસાથ, એક આશા પણ છે કે મુકેશભાઇ ઘણો સંપન્ન વારસો મૂકી ગયા છે. તે સૌને સમૃધ્ધ બનાવતો રહેશે. કોઈએ કહ્યું હતું, । અતીત એ ઇતિહાસ છે પણ ભવિષ્ય એ તો સાવ નવો અને રોમાંચક અનુભવ આપે છે. ’
મુકેશભાઇ પટેલ અને તેમના કુટુંબે શિરપુર ( મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાનું એક નાનું શહેર ) માં વર્ષોથી ખરેખર અદ્ભુત કાર્ય કર્યું છે અને જવલંત શહેર બનાવ્યું છે. એનો પુરાવો છે વિવિધ શૈક્ષણિક, ઓદ્યોગિક, આરોગ્ય વિષયક અને સામાજિક કાર્યક્રમ તથા અન્ય પ્રવૃત્તિઓ. સ્થાનિક જનજાતિઓ અને આદિવાસીઓ માટે પણ પટેલ કુટુંબે ઘણા કલ્યાણ તથા ઉત્કર્ષ કાર્ય કર્યા છે.
નડિયાદ વતની શ્રી શાંતિલાલનો જન્મ તા. ૧૮-૧૦-૧૯૨૬નાં રોજ થયો હતો. તેઓશ્રીનું સમગ્ર જીવન પુરુષાર્થ, પ્રારબ્ધ અને સંયમની ત્રિવેણી સમાન હતું. જીવન સંગ્રામમાં આવતી મુશ્કેલીઓ હસતે મુખે પાર કરી સ્વર્ગસ્થે શૂન્યમાંથી સર્જન કરેલું. સદ્ગતનું સારુંય જીવન સાહસ, પુરુષાર્થ અને પરોપકારની અનોખી કિતાબ જેવું હતું.
૧૯૪૯માં અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાંથી બી. ફાર્મ ની ડિગ્રી મેળવી પોતાના જ્ઞાન અને કુશાગ્ર બુધ્ધિથી એ જ કોલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ વિદ્યાક્ષેત્ર તકચા ઉદ્યોગક્ષેત્ર તરફ વિશેષ લગાવ હોવાથી ૧૯૫૦ માં મુંબઇ નાની દવા બનાવતી કાું. માં નોકરી મેળવી. પ્રગતી કરતા રહી અઁગ્લો ફ્રેન્ચ ડ્રગ અને ખંડેલવાલ લેબોરેટરીઝમાં બાહોશ મેનેજર તરીકે કામ કર્યું.નાકરીથી સંતોષ માનીને બેસી ના રહેનાર એવા મહત્વકાંક્ષી શ્રી શાંતિકાકાએ વેપારની સારી તક સાંપડતાં સાહસ કરીને ખંતથી ૧૯૫૨માં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો, ને તેમા પ્રગતિ કરતા રહી થેમીસ ફાર્માસ્યુટીકલ્સ ની સ્થાપના કરી. સદ્ગતની કાર્યદક્ષતા અને ઉચ્ચ પ્રકારના મેનેજમેન્ટને લીધે તેમની કંપની ઉતરોત્તર પ્રગતિના સોપાન સર કરતા રહી હાલમાં દવાના ઉત્પાદનમાં સંશોધન અને વિકાસની પ્રયોગશાળા દ્વારા ઉત્તમ પ્રકારની ગુણવત્તા જાળવી રાખીને નવીન પ્રકારની જુદી જુદી દવાઓનું ઉત્પાદન કરી દેશ પરદેશમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે થેમીસ મેડીકેર લી. ના નામથી ઘણી જ જાણીતી બની છે. અને ઔષધ વ્યવસાયના વિકાસમાં શ્રષ્ઠ પ્રદાન બદલ ઘણા ઍવોર્ડથી સન્માનિત થયેલ છે.
તેઓશ્રી એ ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, માઉન્ટ આબુ, જ્ઞાનધાન - વાપી, એલ.એમ.સી.પી એલ્યુમ્ની એસોસીએશન એન્ડ રિસર્ચ સોસાયટી – અમદાવાદ, છ ગામ પાટીદાર સમાજ - મુંબઇ તથા મુંબઇ પાટીદાર સમાજના ટ્રસ્ટી તરીકે અને વિલેપારલે પાટીદાર સમાજ - મુંબઇ તથા નડિયાદ એજયુકેશન સોસાયટીના મેનેજિંગ કમીટીના મેમ્બર તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ અવિરતપણે આપેલી છે.
ઉપરોકત સંસ્થાઓમાં તેઓશ્રીએ તન,મન અને ધનથી સેવાઓ આપેલી અને જીવનના અંત સુધી કિમતી માર્ગદર્શન આપી દરેકની પ્રવૃતિઓના વિકાસમાં મહ_વૂર્ણ યોગદાન આપ્યું હતું.
આપણા સૌને માટે તેઓશ્રીનું જીવન સતત પ્રેરણાદાયી બની રહેશે અને તેમના સત્કાર્યોની સુવાસ સદા મહેકતી રહેશે.