સોજીત્રા

 

ખભાંત પાસે આવેલા નગરા ગામ સાથે પુરાતત્વની દષ્ટિએ સામાન્ય ધરાવતું સોજીત્રા ગામ જે ઉ.અ. ૨૨°.૩૨ અને પૂ.રે.૭૨°.૫૩ પર આવેલું છે. તે મૌર્યકાળમાં તેનું અસ્તિત્વ ધરાવતું હોય એમ જાણવા મળે છે. સોજીત્રા ગામમાં સૌથી પ્રાચીન સ્થળ એ કુંડ છે. આ કુંડ ગાળતી વખતે મળેલ મૂર્તિ દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે બીજા સૈકાની એ મૂર્તિ છે. નજીકમાં આવેલ વાવ પણ ઘણી જૂની છે, તેમાં વપરાયેલ પથ્થર ગોધરાથી લાવેલ હોઈ એ પથ્થરો વિશિષ્ટ પ્રકારના વાહનમાં લાવવામાં આવ્યાં હશે એમ માનવામાં આવે છે. તે ત્યારે જ શક્ય બને કે બધા પ્રદેશ ઉપર એક જ સામ્રાજ્યના કાળમાં મંદિર તથા કુંડ બંધાયો હોવો જોઈએ. કુંડમાંથી નીકળેલી છેવટની બે મૂર્તિઓ આજે પણ વિદ્યાનગરના યુનિવર્સિટી મ્યુઝીયમમાં છે. સોલંકી કાળમાં બધાંયેલાં જૈન મંદિરમાં ત્યાં શાસનદેવીનાં મંદિરમાં જે યંત્ર છે તેની સ્થાપના લોકોકિત પ્રમાણે ત્રીજા કે ચોથા સૈકામાં થયેલી છે. ત્યાં આવેલ જૈન મંદિરમાં જૂનામાં જૂનો લેખ સં. ૧૦૦૦ની આસપાસનો જોવા મળેલ છે.

સોજીત્રાના હિંદુ મંદિરમાં જૂનામાં જૂનું ખોજાઈ માતાનું મંદિર ગણાય છે. (ક્ષેમકલ્યાણી) મંદિરના ગર્ભગૃહના દ્વાર ઉપર જે શિલાલેખ છે તે સંવત ૧૬૮૩ની સાલનો એટલે જહાંગીરના સમયનો છે. આ શિલાલેખ પ્રમાણે સોજીત્રા ગામનો આંકડો માથે લેનાર અને વહિવટ સંભાળનાર જેસંગ પટેલ હતા. આ આંકડો કબુલ કરનાર વ્યકિતને આ ગામનો કબજો અને વહિવટ પણ સોંપાયો હતો જે અકબરનો સમય દર્શાવે છે. આ રીતે ગામના પ્રથમ પટેલ તે જેસંગ પટેલ હતા. તેમના વારસોનાં નામ આ શિલાલેખમાં આપેલાં છે. એકંદરે જેસંગ પટેલના વારસોના સોજીત્રમાં હાલ સાત ભાગ છે.

સોજીત્રાના પાટીદારો દેવાજતથી ત્યાં રહેવા આવેલા. જેસંગ પટેલના પૂર્વજ વારીભાઇને ભાગે ઈ.સ. ૧૦૬૦માં સોજીત્ર પાસે દેવાતજ ગામ આવેલું. વર્ષો સુધી જેસંગ પટેલના સાતમી પેઢી સજીત્રા પાટીદારો દેવાજતથી ત્યાં રહેવા આવેલા. જીેસંગ પટેલના પૂર્વજ વારીભાઇને ભાગે ઈ.સ. ૧૦૬૦માં સોજીત્ર પાસે દેવાતજ ગામ આવેલું. વર્ષો સુધી જેસંગ પટેલના સાતમી પેઢી સુધીના વડીલો એટલેકે વંશજો પોતાના સ્વજનોના મૃતદેહોને દેવતાજ બાળવા લઈ જતા હતા અને આ પ્રથા જેસં પટેલ પછીની લગભગ દશ પેઢીઓ સુધી ચાલુ રહેલી.

સોજીત્રાનો પ્રાક ઈતિહાસ જેટલો ભવ્ય છે તેટલો જ અર્વાચીન પણ છે. આ ગામની હાઈસ્કૂલને આજે પૂરાં ૧૧૪ વર્ષ થયાં. ગાયકવાડી રાજયમાં વડોદરા પછી પ્રથમ હાઈસ્કૂલ સોજીત્રમાં ચાલુ થઈ. આ હાઈસ્કૂલમાંથી રાષ્ટ્રને ઉપયોગી એવાં ઘણા રત્નો વિવિધ ક્ષેત્રે પ્રકાશિત બન્યાં. આજે આ ગામમાં બાલમંદિરથી માંડી ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનિકલ તેમજ કોમર્સ ઈન્સ્ટીટ્યુટ, સુવિધાયુક્ત હોસ્પિટલ, વીજળીકરણ તથા પાણી-ગટરની સગવડ તેમજ મુખ્ય માર્ગોને સાંકળે તેવા પ્રવેશ માર્ગો છે. ઉચ્ચ શિક્ષણમાટે નજીકમાં આવેલાં વિદ્યાધામોમાં અભ્યાસ કરવા જવાની સુવિધા છે તથા નોકરી અંગે આવ-જા કરવા માટેની રેલ્વે તથા બસની સગવડો છે.

સોજીત્રાનું પોતાનું મુખપત્ર 'સોજીત્રા વર્તમાન" દર મહિને પ્રગટ થાય છે જે લોકસંપર્ક માટેનું અસરકારક સાધન બની ચૂકયું છે.

વિદ્યાનગરના આદ્યસ્થાપક સ્વ. ભાઈકાકા

શ્ની ભાઇલાલભાઇ ધાભાઇ પટેલ

વતન સોજીત્રા, તા. પેટાલાદ

જન્મ તારીખ : ૯-૬-૧૮૮૮

અવસાન : ૩૧-૩-૧૯૭૦

પ્રાથમિક શાળાનું શિક્ષણ સોજીત્રામાં પમંચમાં ધોરણમાં પહેલે નંબરે આવવાથી સ્કોરલશિપ મેળવી. ૧૯૦૫માં વડોદરા હાઈસ્કૂલમાં ધોરણ છઠ્ઠાનો અભ્યાસ કર્યો ત્યારે મેટ્રીકની પરીક્ષા પણ એજ વર્ષમાં પસાર કરી. ૧૯૦૮માં પૂના એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ષહેલા અને બીજા વર્ષમાં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા અને છેલ્લા વર્ષમાં એ જમાનામાં ૬૫ ટકા માર્કસ મેળવી ૧૯૧૧મા ડીગ્રી પ્રાપ્ત કરી.

કારકિર્દી: તેઓ એક બાહોશ અને જાણીતા એન્જિનિયર હતા. તેઓ વલ્લભવિધાનગરના સર્જક અને પ્રખ્યાત લાકસેવક હતા. એ જમાનામાં વડોદરા રાજ્યમાં મહેસાણા જિલ્લામાં ઈ.સ. ૧૯૧૨માં નાકરીની શરૂઆત કરી. ત્યાંથી રાજીનામું આપી પશ્વિમ ખાનદેશમાં ધૂળિયામાં સરકારી નોકરીમાં જોડાયા. ૧૯૨૨માં પૂના જિલ્લાના આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નિમૂણક થઈ. ૧૯૨૩માં સક્કર બેરેજના કામ માટે તેમની બદલી થઈ. ૧૯૨૬માં અકઝીક્યુટીવ એન્જિનિયર તરીકે નિમાયા. ૧૯૩૨ સુધી તેઓએ વેસ્ટર્ન હેડ ડિવિઝન દાદુ કેનાલ, રાઈસ કેનાલ અને નારાકટ હેડ ડિવિઝનમાં અકઝીક્યુટીવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી. ૧૯૩૨માં બેરેજનાં કામ પૂરાં થયા પછીથી દાદુ કેનાલ જમરાવ, ફુલેલી કરાંચી કેનાલ્ય અને મીઠારાવ ડિવિઝનમાં નહેરોમાં પાણી વહેંચવામાં કામ કર્યાં. ૧૯૩૭ થી ૧૯૪૦ સુધી સ્પેશ્યલ રોડ ડિવિઝનમાં અકઝીક્યુટીવ એન્જિનિયર તરીકે કામ કર્યું. ૧૯૪૦માં સામાજીક પ્રવૃતિ અર્થે ચાર વર્ષ પહેલા નોકરીમાંથી નિવૃતિ લઇ છૂટા થયા. એજ વર્ષે એમનું નામ આઇ.એસ.ઈ. માં જાહેર થયું પરંતુ તેમણે સાદર આભાર સહિત નકાર્યું. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એન્જિનિયર તરીકે કામગીરી બજાવવાનું શરૂ કર્યું. પરંતુ ૧૯૪૨ની લડતમાં રાજીનામું આપી દીધું . ૧૯૪૩થી વિદ્યાનગર યોજનાની તૈયારી કરવા માડીં. ૧૯૪માં સરદાર શ્રીએ યોજના મંજૂર કરી. એજ વર્ષે મહાત્મા ગાંધી સાથે આ યાજના અંગે ચર્ચા થઈ અને કુમારપ્પા ભાઇઓ સાથે યોજનાની વિગતવાર છનાવટ થઈ. ૧૯૪૬ના ફ્રેબુઆરી માસમાં ગાંધીજીના આશીર્વચન સાથે વિદ્યાનગર યોજનાનો પ્રારંભ થયો તેઓ પુરાતત્વ અને ઈતિહાસ વિષયના તજજ્ઞ હતા. એટલું જ નહિ પણ તે તેમના શોખના વિષય હતા. “મહિ કેનાલ " તથા 'સક્કર બેરેજ " માં મારાં આઠ વર્ષ એ પુસ્તકો તેમનું સર્જન છે. તદુપરાંત તે દિવસોના વર્તમાનપત્રમાં નહેરો અને અન્ય વિષયો પર તેઓ અભ્યાસ પૂર્ણ લેખો લખતા હતા. સ્ામ અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા.

ચારુતર વિદ્યામડંળ અને ચરાતર ગ્રામોદ્વાર સહકારી મડંળ લિ. ની સ્થાપના ૧૯૪૫માં શ્ની ભીખાભાઇના સહકારથી કરી. પ્રારંભથી જ આ બન્ને સંસ્થાના અધ્યક્ષ તરીકે સેવા બજાવી. ચરોતર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની સેનેટ તથા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની સિન્ડીકેટના પણ સભ્ય હતા. શિક્ષણક્ષેત્રે ઊંડી આત્મસૂઝ, એન્જિનિયરીંગના વિષયોના અજોડ જ્ઞાતા અને વિદ્યાનગરના ઘડવૈયા એવા આદ્યસ્થાપકનો શિક્ષણ ક્ષેત્રે સ્વરાજય પછીના રાજકારણથી ઘણી તકલીફો થવા પામી એટલે ૧૯૫૨થી રાજકરણમાં સક્રિય રસ લઇ વિરોધ પક્ષના ઝૂંપડી નિશાન સાથે ઝંપલાવ્યું અને ૧૯૬૦ પછી રાષ્ટીય ધોરણે સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અધ્યક્ષ પદે રહી પક્ષને સબળ બનાવ્યો હતો. તેમજ ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. સ્વ. શ્રી. ભાઇલાલભાઇને આપણા સૌના કોટી કોટી વંદન.