ધર્મજ

 

ખેડા જીલ્લાના પેટલાદ તાલુકામાં પેટલાદ-ભાદરણ નેરોગેજ રેલ્વે પર તેમજ બોરસદ-તારાપુર હાઈવે અને ખંભાત-પેટલાદ-નડિયાદ હાઈવે રોડ ઉપર આવેલું ધર્મજ ગામ ઉ.અ. ૨૨‌‌‍‌‌°-૨૫' અને પૂ.રે. ૭૨‌‌‍‌‌°.૪૮' ઉપર આવેલું છે. ગામનું ક્ષેત્રફળ ૧૪૪૫.૬ હેકટર છે. દરિયાઈ સપાટીની સરેરાશ ૮૪ ફૂટની ઉંચાઈએ આવેલુ છે. ગામની વસતી ૧૧,૦૦૦ ની છે જેમાં મુખ્યત્વે પાટીદારો છે, છતાં અન્ય જ્ઞાતિ, કોમના કુટુંબો પણ વસ્યા છે.

દંતકથા પ્રમાણે આજથી ૮૬૧ વષ્ા< પહેલા ધરમા નામનો રબારી પોતાનાં ઢોર સાથે અત્રે આવેલો અને ખડીયારી તલાવડી પાસે મુકામ કરેલો. તે સમયે ધર્મજની આસપાસનો વિસ્તાર જંગલ જેવો હતો, તે પોતાની ગાયો છરાવવા જ્યાં આવતો ત્યાં હાલ ધર્મજ ગામના બજારમાં ધર્મેશ્વર મહાદેવ છે. જ્યારે કોઈ ગાય મહાદેવવાળી જગ્યામાં ચરતી ત્યારે આપોઆપ ગાયના આંચળમાથી દુધ નીકળી જતું. વારંવાર બનતા આ પ્રસંગોથી ધરમા રબારીને આશ્વર્ય થયું. કુતુહલવશ થઇને તેણે આ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો તેમાંથી મહાદેવજીનું લિંગ નીકળ્યું. મહાદેવજીનો પરમ ભક્ત બની ગયો અને આ સ્થળે મહાદેવજીનું નાનું મંદિર બનાવ્યું જે આજે ધર્મેશ્વર મહાદેવ તરીકે જાણીતુ છે. ઘરમા નામ પરથી ગામનુ નામ ધર્મજ પડયું. ત્યારબાદ ગામમાં બ્રાહ્મણો તથા ગરાસિયાની વસતી હતી. જેમાંથી હાલમાં સદર વસ્તીનું સ્થળાંતર થયેલ છે.

સંવત ૧૨૫૨માં પાટીદારોની ખડકીના આદ્યપુરુષ શ્રી નરસિંહભાઈ પટેલ જરગામથી આવીને વસવાટ કરેલો તે જગ્યા જુની ખડકી (સરદાર ચોક) તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંવત ૧૭૩૨માં ધર્મજના પાટીદારોની ત્રણ મોટી ખડકીઓના આદ્યપુરુષ શ્રી રંગાજી પટેલ વિરોલ (સોજીત્રા) ગામેથી આવીને ધર્મજમાં વસેલા. આજે ગામમાં જૂની ખડકીના વંશજોની વસતી બહુ ઓછી છે, પરંતુ શ્રી રંગાજી પટેલના વંશજોનો વસતી વધારો વધુ છે. પહેલાં કન્યાની લેવડદેવડ માટે ધર્મજ સહિત તેર ગામનો ગોળ હતો, સમય જતાં બાકીનાં સાત ગામ જુદાં પડતાં છ ગામનો ગોળ છે.

શૈક્ષણિક દ્દષ્તિએ પૂર્વ પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સગવડ ગામમાં છે જેનું સંચાલન ધર્મજ કેળવણી મંડળ કરે છે. શાળાઓમાં કુમાર-કન્યાઓ માટેની અલગ વ્યવસ્થા, ટેકનિકલ શિક્ષણ, આઇ.ટી.આઇ ના જેવા અભ્યાસક્રમો, સીવણ કલાસ માટે ઉદ્યોગમંદિર, અંગ્રેજી માધ્યમની શાળા વ્યાયામ મંદિર, અરવિંદ રમતગમત કેન્દ્ર તથા સાવંજનિક, મહિલા અને બાલ પુસ્તકાલયની સગવડ છે.

ધર્મજમાં ઔદ્યગિક વિકાસ થયેલ છે. પરંતુ જે વિકાસ થયેલ છે તે ખેતી આધારિત છે. ગામમાં ઓઈલ રીફાઈનરી, નીકોટીન ફેકટરી, ર્પાલ્ટ્રી ફાર્મ, કેબલ ફેકટરી, તમાકુની ખરી, છીંકણીનાં કારખાનાં જેવા અનેક નાના ઉદ્યોગોએ ગામની સમૃધ્ધિમાં સારુ પીઠબળ પૂરું પાડયું છે. હાલ ગામના યુવાનો આજુબાજુના ખંભાત, બોરસદ, સોજીત્રા તથા વિદ્યાનગર જેવા ઔદ્યોગિક વસાહતોમાં નાનામોટા ઉદ્યોગો કરતા થયા છે.

ગામના વિવિધ યુવક મંડળો અને કલબો શ્ની જલારામ સત્સંગ સેવા મંડળમાં સંયુકત રીતે મળી ગામના વિકાસ કાર્યમાં સેવાની અનોખી પ્રવૃત્તિઓ ચલાવે છે. પરિણામે ગામમાં ર્વાટર વર્કસ, ભૂગર્ભ ગટર યોજના, સંપૂર્ણ સગવડવાળું પંચાયતઘર, શાક માર્કેટ, ર્શાપીંગ સેન્ટર, સેનેટેરીયમ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ ફર્ટીલાઈઝર ડેપો, ટેકનીકલ સ્કુલ, રમતનાં મેદાનો, લગ્ન માટે વાડીઓ, કલબ, જનતા માટે જાહેર ટી.વી. ગૌચર યોજના જેવી અનેક સુંદર પ્રવૃત્તિઓ હોઈ ગામ એક આદર્શ ગોકુળીયા ગામ તરીકે જાહેર થયેલ છે.

શાક માર્કેટ, શોપીંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, શાળા તથા મંદિર વગેરે ગામની ભાગોળને એવા શણગારે છે કે આવા સુરમ્ય વાતાવરણવાળી ભાગોળ જવલ્લે જ દ્દષ્ટિગોચર થાય છે. ધર્મજ ગામની ગૌચર યોજનાથી વેસ્ટ લેન્ડને બેસ્ટ લેન્ડ બનાવી ગામના પશુપાલકો માટે આશીર્વાદરૂપ થઈ પડી છે. અહીંથી તેઓને બારેય માસ લીલું ઘાસ વ્યાજબી ભાવે મળે છે. ફળાઉ તેમજ બીનફળાઉ ઝાડ ગામની શોભામાં વધારો કરી ગામને લીલુંછમ બનાવે છે. નમૂનેદાર નિર્વાણ તીર્થ દરેક દેવની મૂર્તિઓ માનવની અંતિમ વિદાયે સૌને આર્શીવાદ આપે છે. જયારે નહીં નફો નહીં નુકશાનના દરે અપાતાં લાકડાં અને સગવડો મૃતકને ખર્ચમાં તથા દર્દમાં રાહત પૂરી પાડે છે. ડામરના પાકા બનેલા રસ્તાની ધારે તથા પથ્થરજડિત અનેક ફળિયાઓમાં પણ વિવિધ ધર્મના મંદિરો ગામલોકોની ધાર્મિક વૃત્તિની નિશાનીરૂપ છે.

આવું આબાદ અને સમૃધ્ધ ગામ ચરોતરનું પેરિસ ગણાય છે.

છ ગામ પાટીદારનું ગૌરવ

ધર્મજ

શ્રી એચ. એમ પટેલ

સ્વ. શ્ની. હિરૂભાઈ મુળજીભાઈ પટેલનો જન્મ તા. ૨૭.૮.૧૯૦૪માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામ ધર્મજમાં કરી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. ૧૫ વર્ષની ઉંમરે આગળ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જઈ ઓકસફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી. ફિલોસોફી, પોલિટિકસ અને ઈકોનોમિકસના વિષયો સાથે બી. એ.ની ડીગ્રી મેળવી સાથે સાથે એકસટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી લંડન યુનિવર્સિટીની બી.કોમની ડીગ્રી પણ મેળવી. આઈ.સી.એસ. ની સ્પર્ધાત્મક પરીક્ષા તેઓએ ઉંચા નંબરે ૧૯૨૬ માં પાસ કરી. તેઓ શ્ની અંગ્રેજી, જર્મન, ફ્રેંચ, પર્શિયન તેમજ ગુજરાતી, મરાઠી, સિંધી, હિન્દી, બંગાળી ભાષાઓના સારા જાણકાર હતા. સૌપ્રથમ ૧૯૨૭માં આસિસ્ટન્ટ કલેકટર તરીકે સિંધના લારખાના જિલ્લામાં જોડાયા. તે પછી મુંબઈના ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેકટર જનરલ તથા ઈન્ડસ્ટ્રી અને સપ્લાય ડિપાર્ટમેન્ટ જોઈન્ટ સેક્રેટરી બન્યા. ઓક્ટોબર ૧૯૪૭ સુધી કેબીનેટ સેક્રેટરી તરીકે કામ કર્યું અને ૧૯૪૭ થી ૧૯૫૩ સુધી ડીફેન્સ સેક્રેટરી તરીકે કામગીરી બજાવી. આ સમયમાં ભારતના નવયુવાનોને શિસ્ત અને લશ્કરી તાલીમ આપવા માટે સ્કૂલમાં એ. સી. સી. અને કોલેજમાં એન.સી.સી. ની ટ્રેનિગ શરૂ કરાવી. ૧૯૫૭માં સરકારી સર્વિસ છોડી વલ્લભવિદ્યાનગરને વિઘાધામ સાથે વિઠ્ઠલઉદ્યોગના સર્જનના પ્રણેતા બન્યા. ૧૯૭૭માં કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર રચાઈ ત્યારથી તેઓ નાણાં પ્રધાન બન્યા અને જાન્યુઆરી ૧૯૭૯માં ભારતના ગૃહપ્રધાન બન્યા. જુલાઈ ૧૯૭૯માં જનતા સરકારે રાજીનામું આપતાં હોદ્દા પરથી મુકત થઈ. વલ્લભવિદ્યાનગરમાં અનેક શિક્ષણ સંસ્થાઓ ચલાવતા ચારૂતર વિદ્યા મંડળ અને ચારૂતર આરોગ્ય મંડળ તથા વતનના ગામ ધર્મજ કેળવણી મંડળ તેમજ ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાફઇ ના અધ્યક્ષ તરીકે સેવા બજાવતા રહ્મા હતા. જેમની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પીટલમાં કરમસદ ખાતે તાતા જૂથના ચેરમેન રતનતાતા એ આધુનિક રેડિયેશન કેન્દ્રનું ઉદ્દઘાટન કરી મંડળના સ્થાપક એચ. એમ પટેલની સ્મૃતિઓ બિરદાવી હતી. કુદરતી સંપત્તિ તથા પ્રાણી કલ્યાણની તેમની પ્રવૃત્તિ માટે તેઓ શ્રી ને વિશ્વવિખ્યાત આલ્બર્ટ શ્વાઇટઝર મેડલ એનાયત કરાવવામાં આવ્યો હતો.

તેઓ શ્રી એ અવિરત પણે તન,મન,ધન થી ચારૂતર વિદ્યા મંડળ અને ચારૂતર આરોગ્ય મંડળના વિકાસ કરાવવામાં જીવનના અંત સુધી સક્રિય સેવા આપી મંડળની પ્રગતિઓના વિકાસ માં મહત્વનું પ્રશંસનિય યોગદાન આપેલુ છે. જે આપણા સૌને માટે પ્રેરણાદાયી અને ચીર સ્મરણીય રહેશે.