કરમસદ

 

આણંદ-ખભાત રેલ્વે લાઈન ઉપરનું આણંદ પછીનું સ્ટેશન કરમસદ ઉ.અ.૨૨‌‌‍‌‌°.૩૩અને પૂ.રે. ૭૨‌‌‍‌‌°.૫૪ ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ ૬.૧ ચો.માઇલ છે. મુખ્ય વસ્તી પાટીદારોની છે. ગામના ઘણા લોકો દેશનાં મોટાં શહેરોમાં તથા પરદેશોમાં વસે છે. અને સમૃધ્ધ છે.

સંવત ૧૨૧૧માં કુમારપાળના વખતમાં અજા પટેલ આ જગ્યાએ આવી વસેલા. પડતર જમીનમાં ખેડાણ કરી ગામ આબાદ થયેલું. અજા પટેલની સોળમી પેઢીએ થયેલા લાખા પટેલે લાખવો કુવો કરાયેલો ને તળાવ પણ બંધાયેલું લાખા પટેલથી ચોથી પેઢીએ દેવીદાસ થયેલા તેમણે દેવરાજાપરું ગામની દક્ષિણે વસાયેલું. દેવદાસના બે પુત્ર પૈકી જીભાઈને ૧૬૩૭માં કોળી તથા સિપાઇઓએ મારી નાખેલા તેથી તેમના ચાર દીકરા મોસાળ (અલિંન્દ્રા, તા.માતર) માં ઉછરરેલા અને અને ૬૬૩માં તેઓએ જ અમદાવાદના મોગલ બાદશાહના સુબા પાસેથી આ ગામ ચડત પેટે રાખેલું. તેમાંના એકના વંશજો ચાર ખડકીઓમાં વહેંચાયેલા છે.

આ કરમસદ ગામે રાષ્ટીય ચળવળમાં અગત્યનો ફાળો નોંધવેલો છે. આધુનિક ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ તરીકે ખ્યાતી પામેલા લાડીલા સરદાર વલ્લભભાઇ પટેલ, તેમના જ જયેષ્ઠ બંધુ બેરિસ્ટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલ જેઓ કુશળ રાજનીતિજ્ઞ હતા તે અને સરદારશ્રીનાં પુત્રી કુમારી મણિબેન પટેલ આ ગામનાં રત્નો છે.

કરમસદ ગામમાં કેળવણી મંડળ સચાલિત બાલમંદિરથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની તમામ સુવિધાઓ છે. તદુપરાંત નજીકમાં જ આવેલા વલ્લભવિધાનગરમાં ઉચ્ચ શિક્ષણને લગતી તમામ સગવડો પ્રાપ્ત છે. વળી ગામમાં એક મેડિકલ ર્કાલેજ તથા ર્હાસ્પિટલ આરોગ્ય સેવા માટે અદ્દ્રતીય સ્યાન ધરાવે છે.

આમ કેળવણી ક્ષેત્ર અંગેની ભરપૂર સુવિધાઓ અને ઔધોગિક ક્ષેત્રે વિધાનગરની બાજુમાં જ વિકસેલા વિઠ્ઠલ ઉધોગનગરને કારણે કરમસદ ગામની આબાદી વધતી જાય છે.

ગામમાં આવેલાં અનેક ધાર્મિક સ્થાનોમાં મહંત શ્રી જાનકીદાસજી સ્થાપિત શ્રી સંતરામ મંદિર તથા તેના હાલના મહંતશ્રી સચાલિત સંતરામ સેવા ટ્રસ્ટ ભવન સામાજીક-શૈક્ષણિક પ્રવૃતિઓ માટેનું સગવડભર્યું સ્થળ છે. જેમાં આજના મહંતશ્રી રામદાસજીનો મહત્વનો ફાળો છે.

કરમસદ નગરના વિકાસમાં પાયાનો પત્થર બનેલા સ્વ. ભાઈકાકાના વલ્લભવિધાનગરના સ્વપ્નને સાકારા કરવામાં ખભેખબા મિલાવી કામ કરનાર સ્વ. શ્રી. ભાખાભાઈ પટેલની સૂઝ સમજ અને નિ:સ્વાર્થ સેવાભાવના આજના યુવાનો માટે પ્રેરણાદાયી રહ્યાં છે.

છ ગામ પાટીદારનું ગૌરવ

કરમસદ

વીર વિઠ્ઠલભાઇ પટેલ

જન્મ તા. ૨૭.૯.૧૮૭૩

અવસાન તા. ૨૨.૧૦.૧૯૩૩

ગુજરાતના ચરોતર પ્રદેશના કરમસદ ગામના ખેડૂત દંપતિ ઝવેરભાઈ અને લાડબાના એ પુત્ર. કરમસદમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી માધ્યમિક શિક્ષણ મોસાળ નડિયાદમાં લીધું. મુંબઈમાં વકીલનો અભ્યાસ કરી ૧૮૯૫માં ડિસ્ટ્રિકટ પ્લિડરની પરીક્ષા પાસ કરી. પંચમહાલ જિલ્લા વડામથક ગોધરામાં વકીલાતનો આરંભ કર્યો. ફોજદારી કેશોના આગેવાન વકીલ ગણાયા. તે પછી બોરસદમાં ફોજદારી કેસોમાં તેમની બોલબાલા થઇ. કામ ઘણું વઘી ગયું તેને પહોંચી વળવા નાનાભાઈ વલ્લભભાઇ (સરદારને) ગોધરાથી લીધા. બને ભાઈઓની જુગલ જોડીએ બોરસદ કોર્ટને ધુ્રજાવી નાખી.

મોર્લી-મિન્ટો સુધારા મુજબ પ્રાંતિક ધારાસભામાં જોડાવા માટે બોરસદ તાલુકા બોર્ડમાં પ્રવેશ મેળવ્યો તેઓ અસીલોના વકીલ મટીને હવે લોકોના, પ્રજાના વકીલ બન્યા. પ્રાંતિય ધારસભાની તેમની કાર્યવાહીથી મધ્યસ્થ ધારાસભામાં ચુંટાયા અને આબકારી કાયદો, ટાઉન પ્લાનિંગનો ધારો, મહેસૂલી એક્ટ, સહકારી બિલો વગેરે પાંસઠ જેટલા અને સુધારા રજૂ કર્યા. તેમજ ફરજિયાત પ્રાથમિક કેળવણીનું બીલ અને સીડનહામ ર્કાલેજમાં ભારતીય પ્રાધ્યાપકોની નિમણૂંક અંગેનું બીલ, ગોરકાળા વચ્ચે નિમણૂંક ભેદ મિટાવવાની, વગેરે અસકારક સુધારા કરવા સફળ નીવડેલા. મધ્યસ્થ ધારા સભાની ર્કાયવાહીથી દેશને ખાતરી કરાવી આપી કે તે પોતે દેશના, દેશહિતના એક સમર્થ અને અડીખમ વકીલ છે.

રાજકીય મુક્તિ માટેની ગાંધીજીએ કરેલ સવિનય અસહકારની હાકલને માન આપી મધ્યસ્થ ધારાસભાના સભ્યપદેથી, થાણા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ પદેથી તથા વાંદરાં અને મુંબઈની મ્યુનિસિપાલિટીના સરકાર નિયુક્ત સભ્યપદેથી રાજીનામું આપી દીધું અને મુંબઈની મ્યુનિસિપલ કોર્પારેશનના ઉમેદવાર બનવા સ્વરાજ્યપક્ષની સ્યાપના કરી. સાડત્રીસ સભ્યોનું એક વગદાર મડંળ કોર્પારેશનમાં રચ્યું. ૧૯૨૩માં કોર્પારેશનની વપરાશમાં સ્વદેશી ચીજો લેવી, કાપડમાં ખાદી ખરીદવી, આયુવેદીક અને યુનાની દવાખાનાં ખોલવાં, બાળકો માટે રમતજગતની જોગવાઇ કરાવવી, વ્યાયામ શાળાઓ શરૂ કરવાવી, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવું, હિંદી ભાષાનો શિક્ષણમાં આરંભ કરવો, વગેરે ઠરાવો પસાર કરાવ્યા અને શાળા સમિતિના અધ્યાપદે અનુપમ કામગીરી બજાવી. તેમજ શાળા સમિતિનાં સભામાં અંગેજીને બદલે ગુજરાતીમાં ચર્ચા-વાતચીત શરૂ કરાવી. કોર્પારેશનના સભ્ય તરીકે વિઠ્ઠલભાઈની કામગીરીનું અનોખું પાસુંએ હતું કે સામાન્ય માણસ માટે હૈયાવરાળ કાઢવાનું એ સ્થાન બન્યા. ૧૯૨૪માં મ્યુનિસિપલ મેયરની ચૂંટણીમાં બહુમતીથી ચુંટાયા અને જી.એસ.મેડીકલ કોલેજ તથા કિગં એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની સ્થાપના કરી.

મધ્યસ્થ ધારાસભામાં “સ્વરાજ્યપક્ષ" ના ઉપસુકાન બન્યા અને ૧૯૨૫માં ઓગસ્ટની ૨૨મી તારીખે મધ્યસ્થ ધારાસભાના પ્રમુખની ચૂંટણી પહેલીવાર જાહેર થઈ જેમાં વિજયી બન્યા અને સમગ્ર ભારતની મધ્યસ્થ ધારાસભાના બહુમતિથી પ્રથમ બન્યા અને સ્પીક્સી સર્વોપરિતાનો કે વાઇઝરોયની સમાનતાનો સવાલ કરી. ૧૯૨૬ની આઠમી માર્ચે સ્વરાજપક્ષે કોંગેસની સૂચના મુજબ ધારાસભા ત્યાગનો અઠરાવ અમલમાં મુકયો અને વિરોધપક્ષની ગેરહાજરીમાં કોઈ વિવાદાસ્પદ બિલ સભા સમક્ષ રજૂ થુતું અટાકવામાં સફળ બન્યા. જેમાં રૂપિયાના અવમૂલ્યનો ચલણની દષ્ટિ એ પાઉન્ડના લાભનો સવાલ હતો. સરકારને બિલ પડતું મુકવું પડ્યું અને સ્પીકરનું ગૌરવ વધ્યું. વિઠ્ઠલભાઈની ચાહના ખૂબ વધી ગઈ તે પછીની નવી ચૂંટણીમાં ગુજરાતે બીનહરિફ ચૂટી મોકલ્યા અને ફરીથી સ્પીકર પદે બીનહરિફ બિરાજ્યા તે તેમની અનોખી સિદ્ધી હતી.

૧૯૨૭માં ધારાસભાની બેઠક બંધ હતી ત્યારે ઈંગ્લેન્ડ ગયા. બ્રિટનની આમ સભાના સ્પીકરે તેમનું મોભાયુક્ત સ્વાગત કર્યું. બ્રિટનના રાજા સાથેની મુલાકાતમાં ગાંધી ટોપી અને ખાદીનું અર્થશાસ્ત્રને તત્વજ્ઞાન સમજાવ્યું અને કિંગને દેશની ગરીબાઇના સંદર્ભમાં ખાદીની વાત ઠીક ગમી. ૧૯૨૮ના સાયમન કમશિનના સભ્યો હાજર હતા તે જ દિવસે ધારાસભામાં પસાર કરાવ્યો અને રાજકિય કુનેહના દર્શન કરાવ્યાં. વિઠ્ઠલભાઇને મળતા દરમાયામાંથી અર્ધી રકમ સ્વરાજ્યપક્ષના ઉપયોગ માટે ફાજલ પાડવા પક્ષના આગેવાન મોતીલાલ નહેરૂની ઈચ્છાને અવગણીને માસિક રૂપિયા ૧૬૨૫/-ની રકમ મહાત્મા ગાંધાજીને સેવાકાર્ય નિયમિત મોકલતા.

૨૫મી એપ્રિલ ૧૯૩૦ના રોજ એમણે વાઇસરોયને પત્ર લખી જણાવ્યું કે “મારૂ સર્વ શ્રેષ્ટ સ્થાન મારા દેશ બાંધવો સાથે છે." અને ભારતના કલ્યાણનો માર્ગ પરદેશ ધૂંસરીમાંથી મુક્ત થવું એ છે. પરદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ ઉપાડી દેશનો પ્રવાસ ખેડયો દિલ્હીમાં ધરપકડ થઇ જેલવાસ ભોગવ્યો. જેલમાં તબિયત લથડતાં વિયેના જવા મુક્ત કર્યા. વિયેનામાં સજા થઈ, દેશની મુક્તિનો કેસ યોગ્ય રીતે રજૂ કરવા આયલેંન્ડ અને અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં બ્રિટિશ સામ્રાજ્યની ચૂંસણનીતિનો પડદો ખૂલ્લો કરી દીધો અને અમેરિકનોમાં સહાનૂભૂતિ જન્માવી અને ૧૯૩૩ના ઓક્ટોબરની બાવીસમી તારીખે વિયેનામાં દેહ છોડયો.

આમતો એ ફકીર હતા. પૈસો એમને મન કદી વસ્યો ન હતો. તેઓ નિ:સંતાન હતા. સરદાર પટેલના પુત્રપુત્રી પ્રત્યે એમને અપાર મમતા હતી છતાં રાષ્ટ માટે જીવેલા આ નરપુંગલે જીવનને અંતે પોતાની પાસે જે કંઈ પાર્થિવ મિલ્કત હતી તેનું ટ્રસ્ટ કરી. રાષ્ટ્રને ચરણે ધરી દીધું. શ્રી વિઠ્ઠલભાઇ દેશ માટે જીવ્યા. દેશ માટે ઝઝૂમ્યાને દેશ માટે ફના થયા.