નડીયાદ

 

ઉ.અ. ૨૨°.૪૨" અને પૂ.રે. ૭૨°.૫૨" નડિયાદનું મૂળ નામ નટપુર હતું નટ લોકોએ આ ગામ વસાવેલ એવી લોકવાયકા છે. આ શહેરનો ઈતિહાસ પાંચસો વર્ષ જુનો છે. મરીડા ભાગોળ તરફથી વસવાટ શરૂ થતાં ઉત્તરોત્તર સારો એવો વિકાસ થતો ગયો. આ શહેર મોગલ સામ્રાજયની હકુમત નીચે રહ્યું હોવાના પણ કેટલાક પુરાવા છે. પરિણામે શહેરમાં મોગલ કોટ તેમજ કેટલીક મસ્જીદો આવેલ છે. શહેરની આજુબાજુ તુટક તુટક કોટ બનેલા છે. પાછળથી આ ગાયકવાડી હકુમત નીચે આવતાં મલ્હારરાવ ગાયકવાડને ૧૮૫૮માં આજીવિકા માટે તે આપવામાં આવ્યું. ટ અરસામાં આ શહેરમાં પ્રથમ નારાયણદેવ મંદિરનો પાયો કડીના મલ્હારરાવે નાંખ્યો. આ મંદિર શહેરની મદ્યમા. આવેલ છે અને ઘણું વિશાળ છે. મંદિરનું સ્થાપત્ય અનેરૂં છે. આ અરસામાં ચકલાસી ભાગોળે કાલકા માતાનું મંદિર બંધાએલું.

આજથી આશરે દોઢસો વર્ષ પહેલાં પ્રખ્યાત સંતરામ મંદિરનો પાયો નંખાયો અને તે મંદિરના મહંતોએ આજુબાજુના ગામડાંને આ શહેર તરફ આકર્ષ્યા. સમગ્ર ભારત અને દેશ-વિદેશમા. શ્વસતા હરકોઈ ગુજરાતીના હ્યદયમાં એક તીર્થગંગા તરીકે સ્થાન પામેલ Åા્રી સંતરામ મંદિરના આદ્યસપક શ્રી સંતરામ મહારાજ ઉચ્ચ કાટીના સિદ્વયોગી હતા. હ્મંદિરની ઉલ્લેખની પ્રવૃત્તિઓમાં દીન-દુ:ખને અન્ન-વસ્ત્રની સહાય, ભૂખ્યાને રોટલો, દુષ્કાળ, અતિવૃષ્ટિ, દરિયાઈ તોફાન કે અન્ય આફતોને સમય આફતગ્રસ્ત વિસ્તારમાં અન્ન, વસ્ત્ર તથા જરૂરી સામગ્રીની સહાય પહોંચાડામાં આવે છે અને નાગરિકોને આઘ્યાત્મિક ખોરાક નિયમિત પૂરો પાડવામા. આવે છે. શ્રી સંતરામ કુમારશાળા, કન્યાશાળા, અતિથિ નિવાસ, આરોગ્ય નિવાસ, છાત્રાલય, વ્યાયમ મંદિર, સંત નિવાસ, નેત્ર ચિકિત્સાલય, પેથોલોજીલ લેબોરેટરી, ફીઝીયોથેરાપી સેન્ટર ઈત્યાદિ સામાજીકિ પ્રવૃત્તિઓ દ્વારા જનતા જનાર્દનની સેવા કરવામાં આવા છે. આ શહેરની આજુબાજૂ ઘણાં ગામડાં આબેલાં હોઈ તેની ભાગોળોનાં નામ તે પ્રમાણે પડયાં છે જેવે કે ડભાણ ભાગોળ, મરીડા ભાગોળ, ચકલાસી ભાગોળ વગેરે. શહેર ને ભાગોળ, નવ તળાવ અને નવ દરવાજા હતા. આમ શહેરની રચના ઘણી જ વ્યવસ્થિત છે આ શહેરનો મુખ્ય વસવાટ પટેલોનો હતો. આ વસવાટ મુખ્યત્વે દેસાઈ વર્ગો. કાકરખાડ, લાખાવાડ, સમડી ચકલા, પીજ ભાગોળ વગેરે ભાગોમાં વહેંચાએલો છે.

દેસાઈવગાના દેસાઈઓએ શિક્ષણ, ઉદ્યોગ તથા સામાજીક ક્ષેત્રની પ્રગતિમાં સારું એવું યોગદાન આપ્યું. નડિયાદની આજુબાજુ સારા એવા ઉદ્યોગો સ્થાપ્યા અને ટેકનીકલ સંસ્થાઓ શ૪ કરી જેમાં એન્જીનીઅરીગંની બધીજ શાખાઓ માં ડીગ્રી તથા ડીપ્લોમાં કોર્સનું શિક્ષણ આપવામાં આવે છે. કાકરખાડ, સમડી ચકલા , પીજ ભાગોળ, પોર વગેરેના પટેલાએ શિક્ષણ, ઉધોગ તથા સામાજીક ક્ષેત્રે મોટું યાગદાન આપેલ છે. રાજકીય ક્ષેત્રે પણ ઘણી બધી વ્યકિત્તઓને નડિયાદ નામ રોશન કરેલ છે. ૧૯૨૦, ૧૯૪૨ ની ચળવળમાં નડિયાદે આગળ પડતો ભાગ ભજવી નડિયાદને ખ્યાતિ અપાવેલ છે.

શિક્ષણ ક્ષેત્રે નડિયાદનો વિકાસ સારો એવો કહી શકાય. આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજ, લૉ કોલેજ, મહિલા આર્ટસ કોલેજ, કેમીકલ એન્જીનીઅરીંગ, કોમ્પ્યુટર એન્જીનીઅરીંગ, સીવીલ મીકેનીકલ, ઈલેકટ્રીકલ એન્જીનીઅરીંગ વગેરેનું શિક્ષણ આપવા માટે કોલેજો છે. અર્યુવેદિક કોલેજ પણ છે. પ્રાયમરી તથા સેકન્ડરી એજયુકેશન માટે ઘણી બધી સંસ્યાઓ આ શહેરમાં ચાલે છે.

નડિયાદ સાહિત્ય ક્ષેત્રે પણ ઘણું અગત્યનું સ્યાન ધરાવે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જેમણે 'સરસ્વતીચંદ્ર" જેવો નવલકથા લખીને નડિયાદને સાહિત્ય ક્ષેત્રે મોખરે મૂકયું. પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. મણિલાલ નભુભાઈ, બાલાશંકર જેવા વિદ્વાનોની ભેટ નડિયાદે આપી. તેથી નડિયાદ સાક્ષરભૂમિ પણ કહેવાય છે. ઈન્દુલાલ યાજ્ઞિક પણ રાજકારણી અને સાહિત્યકાર હતા. સરદાર વલ્લભભાઈ પટેલનું મોસાળ અને જન્મભૂમિ નડિયાદ. નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ પણ મેળવેલું. આ લોખંડી પુરૂષે સમગ્ર પાટીદાર જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરીને પાટીદાર જ્ઞાતિને રાષ્ટ્રના ફલક પર મૂકી, નડિયાદ ગામને પ્રખ્યાત બનાવ્યું તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈના સ્મારકરૂપે નડિયાદમાં વિઠ્ઠલકન્યા વિદ્યાલયની સ્થાપના થઈ. આ સંસ્યાએ કન્યા કેળવણી ક્ષેત્રે ઘણો મોટો ફાળો આપ્યો છે. આ શહેરમાં ગાંધીજીના સિદ્ધાંતોવાળી રાષ્ટ્રીય શાળા પણ સ્યપાઈ હતી.

અનાથો માટેની ઘણી જ ખ્યાતનામ સંસ્યા તે હિંદુ અનાથાશ્રમ. આ આશ્રમની પ્રવૃત્તિઓ શૈક્ષણિક તેમજ સામાજીક ક્ષેત્રે અનાથોને ખૂબજ મદદકર્તા બને છે. ડાહીલક્ષ્મી લાયબ્રેરી ખૂબજ જાણીતી છે. મિશન હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ વગેરે ભારતમાં ખૂબજ જાણીતી છે. અંબુભાઈ પુરાણીની પ્રેરણાથી શરૂ થયેલ દલાલ વિઠ્ઠલદાસ સોમચંદ વ્યાયામ મંદિર ઘણાં વર્ષોથી ચાલે છે. યુવાનો બાળકો, કન્યાઓ વગેરેને વ્યાયામની તાકીમ આપવામાં છે. બાલ્કનજી બારી, લાયન્સ કલબ, રોટરી કલબ વગેરે સંસ્યાઓ સામાજીક ક્ષેત્રની સેવાઓ માટે જાણીતી છે. શહેરના ઘણા બધા પટેલોએ દેશ-વિદેશમાં વસીને ધંધા વિકસાવી નડિયાદનું નામ રોશન કરેલ છે.

છ ગામ પાટીદારનું ગૌરવ

નડિયાદ

સ્વ. શ્રી. બાબુભાઇ જશભાઇ પટેલ

વતન : નડિયાદ

જન્મ તારીખ : ૯.૨.૧૯૧૧

ગુજરાતના શૈક્ષણિક, સાંસ્કારિક, સામાજીક તેમજ રાજકીય જીવનામાં સ્વ.શ્રી. બાબુભાઇ જશભાઇ પટેલનું અનોખું સ્યાન અને પ્રતિષ્ઠત ર્કાલેજમાં ઉચ્ચશિક્ષણ મેળવી. બી.એ. ની પરીક્ષા ઈ.સ. ૧૯૩૫માં પાસ કરી. મુબંઈની ગવર્મેન્ટ ર્લા ર્કાલેજમાંથી ઈ.સ. ૧૯૩૭માં એલ.એલ.બી.ની ઉપાધિ મેળવી હતી.

સ્વ.શ્રી. બાબુભાઇની પ્રતિમા બહુમુખી છે. સ્વરાજ માટેના આંદાલનમાં સક્રિય રાજકારણમાં તેમજ શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રમાં એમનું ઉજ્જવળ વ્યક્તિરવ ચારુશીલ સિદ્વ થયુ છે.

પુરી વીશીએ પણ પહોંચે તે પહેલાં પુનાની ર્કાલેજના વિદ્યાર્થી શ્રી બાબુભાઇએ સ્વરાજ આંદોલનમાં ઝંપલાવ્યું હતું. પૂ. ગાધીજી પ્રરિત સ્વરાજ આંદોલન માટે સન ૧૯૩૦ થી સન ૧૯૪૨ દરમિયાન સાતવાર જેલવાસ ભોગવેલ. આમ એમના યૌવનનો શ્રેષ્ટ કાળ તેઓશ્રીએ દેશને સ્વરાજય અપાવવા સારુ ગાંધાજીના માર્ગે અહિંસક યુદ્વમાં વિતાવ્યો. કોંગે્રસ પક્ષમાં ખૂબજ લાંબા સમય સુધી વિવિધ હોદ્દાઓ ઉપર રહી યશસ્વી સેવાઓ આપેલ છે.

કોંગ્રેસ ૧૯૩૭માં ૨૬ વર્ષની ઉંમરે મુંબઈ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જૂના મુંબઈ રાજયમાં નાયબ પ્રધાન (પી. ડબલ્યુ.ડી) (૧૯૫૨ થી ૧૯૫૬) તેમજ ત્યાર પછી આયોજન, વિકાસ, વિદ્યુતશક્તિ અને ગૃહનિર્માણ ખાતાઓમાં પ્રધાનના હોદ્દા પર રહી યશસ્વી કામગીરી કરેલ છે. ૧૯૭૫-૭૬ અને ૧૯૭૭-૮૦ના સમય દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ખૂબજ કુશલતાપૂર્વક રાજયનુ સંચાલન કરેલ છે.

નડિયાદ એજ્યુકેશન સોસાયટી ના ચેરમેન, સરદાર વલ્લભાઇ સમાજ સેવા ટ્રસ્તના સ્યાપક ત્રસ્ટી, મુંબઈ તેમજ ગુજરાત યુનિવર્સિટી ફેલો, વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી કુલપતિ, સર્વોદય ટ્રસ્ટ ચીખલી ચેરમેન, વિઠ્ઠલ કન્યા કેળવણી મડંળ વગેરે શૈક્ષણિક અને સામાજીક સંસ્યાઓમાં નિ:સ્વાર્થ સેવાઓથી શ્રેષ્ટ પ્રદાન આપેલ છે.

વિનમ્ર સેવક, સહકારી કામકાજમાં કરકસર અને સાદગી, ગાંઘીજીના વિચારસરણીનો વિદ્વત્તા, અદ્દભૂત યાદશક્તિ અને વતૃત્વકલા, સ્પષ્ટ અને સ્વચ્છ દ્દષ્ટિકોણ વગેરે ઉત્તમ ગુણ લક્ષણોથી તેઓશ્રીનું વ્યક્તિત્વ અને જીવન અનોખા પ્રકારનું સમાજને ઉપયોગી અને દીવા દાંડી સમાન હતું

ગુજરાત રાજ્યની સ્યાપનામાં ગાઘીનગરના બાંધકામમાં તેમજ નર્મદા યોજનાને પ્રગતિના પંથ પર લઇ જવા માટે તેઓશ્રીએ જે સિંહફાળો આપેલ છે તે લાંબા સમય સુધી અવિસ્મર્ણિય સહેશે. મોરબી હોનારત સમયે ખૂબજ મુશ્કેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદ તેમજ પુનર્વસવાટની ભગીરથી કામગીરી, યોજનાબદ્વ ઓયોજન પોતાના સ્વાસ્થની દરકાર કર્યા વગર સખત મહેનત કરી પ્રશંસનીય રીતે પાર પાડી, જનતાની અપાર ચાહના મેળવેલ.

તા. ૨૦.૧૨.૨૦૦૨ના રોજ ૯૨ વર્ષની ઉંમર તેઓશ્રીનું અવસાન થયું ત્યાં સુધી સમાજને નિસ્વાર્થભાવે સેવાઓ આપી સમાજના હિત માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર સ્વ.પૂ.શ્રી બાબુભાઇના યોગદાનને ગુજરાત તેમજ પાટીદાર સમાજ હંમેશ માટે યાદ કરશે.