સાવલી

 

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાનું મુખ્ય મથક સાવલી ઉ.અ. ૨૨‍‌‌‍‌‌°.૩૩' અને પૂ.રે. ૭૩‍‌‌°.૧૭' ઉપર આવેલુ છે. દરિયાઈ સપાટીથી ૬૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ ગામનું ક્ષેત્રફળ ૧.૬ ચો.મી. છે. ગામની વસતી આશરે ૨૦ થી ૨૫ હજાર છે.

સાવલી ગામના પાટીદારો મૂળ એકજ કૂટુંબના છે જેઓનું મૂળ રહેઠાણ અયોધ્યા કહેવાય છે. અયોધ્યાથી કાશી, ગોકુળ, મથુરા, પ્રભાસપાટણ અને અડાલજ થઈ સંવત ૫૫૧માં ચાંપાનેર અને ત્યાંથી સંવત ૯૨૮માં ફીણાવમાં અને છેલ્લે સંવત ૧૪૫૧માં સાવલીમાં આવી વસ્યા.

સાવલી ગામના પાટીદારોની વંશાવળી સૌ પ્રથમ ''સાત ગામના પાટીદારોની વંશાવલી" એ શિર્ષક હેઠળ શ્રી મોતીભાઈ નહસિંહભાઈ અમીને (વસો) સપ્ટેમ્બર ૧૯૨૪ના રોજ વડોદરામાં (પ્રથમ આવૃત્તિ) પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ સાવલી વસદા પાટીદારો મો માર્ચ ૧૯૯૨માં બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

ઐતિહાસિક દ્દષ્ટિએ સાવલી ગામ સહિત સમગ્ર તાલુકો જંગલથી ભરેલો હતો. મહાભારત કાળ દરમિયાન આ વિસ્તારમાં વાઘ, વરુ, હિંસક પ્રાણીઓનો વસવાટ હતો અને "હિડંબા વન" તરીકે આ વિસ્તાર ઓળખાતો હતો.

શૈક્ષણિક દષ્તિએ ગામમાં પૂર્વ પ્રાથમિક શિૈક્ષણથી માંડીને ઉચ્ચ શિૈક્ષણની સુવિધા છે. આર્ટસ એન્ડ કોમર્સ ર્કાલેજ ઉપરાંત હોમિયોપેથીક મેડીકલ ર્કાલેજ તેમજ ટેકનીકલ શિક્ષણની સંસ્થા છે.

સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ જેવી કે ખાનગી તેમજ સરકારી દવાખાનાં, ૧૦૦ પથારીની સગવડ સાથેની જમ્નોત્રી હૉસ્પિટલ તેમજ હૉમિયોપેથીક હૉસ્પિટલ ઉપલબ્ધ છે.

ધાર્મિક વિકાસના ઉપક્રમે ઈ.સ. ૧૭૭૨માં મરાઠા રાજય દરમ્યાન બંધાયેલું ભીમનાથનું મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની સાત નિધિની બેઠકો પૈકીની એક ગાદી ''હરીરાય મહાપ્રભુજીની બેઠક”, સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભાઈઓ તેમજ બહેનોનાં અલગ મંદિરો અને ચામુંડા માતાજીનું મંદિર છે.